Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સાબરમતી આશ્રમમાં શૂટિંગ કરવા પહોંચી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

અમદાવાદ તા. ર૭ :.. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારોને ટીવી-સીરીયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા નાગરિકો સુધી પહોંચાડવા માટે ગઇકાલે અમદાવાદ સ્થિત ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં શૂટીંગ કરવા આવેલા આ સિરીયલના સર્જક અને નિર્માતા આસિતકુમાર અને કલાકારોની ટીમ પહોંચ્યા હતાં. તેમણે આશ્રમમાં હૃદયકુંજ, સાબરમતી ઘાટ, વિનોબા કુટીર, રસોઇઘર, પ્રાર્થના સ્થળ સહિતનાં આશ્રમનાં જુદા જુદા સ્થળોએ શૂટીંગ કરીને ગાંધીબાપુના આશ્રમને દેશ-વિદેશના દર્શકો સુધી લઇ જવા માટે સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. બીજી ઓકટોબરે આ વિશેષ એપિસોડ રજૂ કરાશે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' નું શૂટિંગ સાબરમતી આશ્રમમાં ચાલતું હોવાથી ભારે ભીડ એકઠી થઇ હતી ત્યારે આ સિરિયલમાં શિક્ષક ભીડેનો રોલ અદા કરતા કલાકાર મંદાર ચાંદવડકરે આ ભીડને કન્ટ્રોલ કરવા કવાયત કરી હતી

(11:25 am IST)