Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બે ફિલ્મો 'મૈં જરૂર આઉંગા' અને 'લિટલ બેબી' રિલીઝ

આજથી બે ફિલ્મો 'મૈં જરૂર આઉંગા' અને 'લિટલ બેબી' રિલીઝ થઇ છે.

નિર્માતા અને નિર્દેશક ચંદ્રકાંત સિંઘની ફિલ્મ 'મૈં જરૂર આઉંગા' હોરર જોનરની છે. હોરરના શોખીનોને આ ફિલ્મ ગમે તેવી શકયતા છે ફિલ્મમાં સંગીત રાજેન્દ્ર શિવનું છે અને લેખન એમ. સલિમે કર્યુ છે. જ્યારે અરબાઝ ખાન, ઐન્દ્રીતા રે, વિકાસ વર્મા, ગોવિંદ નામદેવ, હેમંત પાંડે, વિનીત શર્મા સહિતે અભિનય આપ્યો છે. અરબાઝ ખાન ફિલ્મમાં યશ મલ્હોત્રા નામના સફળ બિઝનેસમેનના રોલમાં છે, જે સ્વીટઝરલેન્ડમાં રહે છે. તે એક મોડેલ લિસા (ઐન્દ્રીતા)ના પ્રેમાં પડી જાય છે. બંનેનો પ્રેમ આગળ વધે છે અને લગ્ન કરી ખુશખુશાલ જિંદગી જીવવા માંડે છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બંનેની જિંદગીમાં ફોટોગ્રાફર પીટર (વિકાસ)ની એન્ટ્રી થાય છે. લિસા હવે તેના તરફ આકર્ષિત થાય છે. એ પછી શું થાય છે? તે આ હોરર ફિલ્મમાં જોવા મળશે.

બીજી ફિલ્મ 'લિટલ બેબી'ના નિર્માતા  રિન્કૂ સિંઘ અને નિર્દેશક શેખર એસ. ઝા છે. ફિલ્મમાં સંગીત વિવેક પ્રસાદનું છે. આ ફિલ્મની કહાની પિતા અને પુત્રી વચ્ચેના પ્રેમ પર આધારીત છે. શાશા ૧૯ વર્ષની યુવાન છોકરી છે. તેને આ ઉમરથી જ પોતાની જિંદગીમાં પ્રયોગો કરતાં રહેવાનું પસંદ છે. તેને તના માતા-પિતા પણ અનહદ પ્રેમ કરતાં હોય છે. ફિલ્મમાં પ્રિયાંશુ ચેટર્જી, શિવાની મહાજન, ગુલનાઝ સીંગાપોરીયા, રવિ ખન્ના, વિજય રાજ સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. આ ફિલ્મો  રાજકોટમાં રિલીઝ થઇ નથી.

(9:57 am IST)