Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રિચા સેકસ વર્કરના રોલમાં

રિચા ચઢ્ઢા સતત પડકારજનક રોલ કરવા માટે બોલીવૂડમાં જાણીતી છે. તે ઓછી પણ દમદાર રોલ ધરાવતી ફિલ્મો જ કરતી જોવા મળે છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ સેકશન ૩૭૫માં પોતાના અભિનયથી તેણે દર્શકોને પ્રભાવિત કર્યાં છે. હવે તે 'અભી તો તો પાર્ટી શરૂ હુઈ હૈ' માટે તૈયારી કરી રહી છે. નિર્દેશક અનુભવ સિન્હાની આ ફિલ્મ એક બ્લેક કોમેડી છે જેમાં રિચા કોમર્શિયલ સેકસ વર્કરની ભૂમિકામાં જોવા મળશે. રિચાએ કહ્યું હતું કે હું દરેક પ્રકારનો રોલ કરી રહી છું. આ રીતે હું મારા વ્યકિતત્વના તમામ પાસાની માહિતી મેળવી રહી છું. રિચાએ આગળ કહ્યું,  આ કોમેડી પાર્ટ અનુભવ સિન્હાની ફિલ્મ માટે કરી રહી છું. હું જે કેરેકટર પ્લે કરી રહી છું, તેનું નામ સોટી છે અને તે વાતચીત દરમિયાન તોતડાય છે. કોમેડી ફિલ્મ કરવી મને ખુબ ગમે છેઆ કારણે હું વધુ ને વધુ  કોમેડી ફિલ્મો કરતી  રહુ છું.

(9:55 am IST)