Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ફિટ ઇન્ડિયા અભિયાનની સભ્ય બની શિલ્પા શેટ્ટી

મુંબઈ:શિલ્પા શેટ્ટી હવે મોદીના સપનાને સાકાર કરવા માટે કટિબધ્ધ થશે અને ફિટ ફિટ ઇન્ડિયા અભિયાનમાં તે કામ કરશે. આમ તો યોગની મદદથી શિલ્પા ફિટનેસને લઇને કામ કરી રહી છે અને હવે તો પોતાની ફિટનેશ એપ પણ લોન્ચ કરી છે. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારની સાથે શિલ્પા કામ કરવા જઈ રહી છે. શિલ્પા શેટ્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એડ્વાઇઝરી કમિટીમાં શામેલ કરવામાં આવી છે. કમિટી કેન્દ્ર સરકારે ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવી છે અને હવે એમાં શિલ્પા શેટ્ટીને મેમ્બર બનાવવામાં આવી છે.શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કે, વાત શેર કરતા ખુશી થાય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી શરૂ કરવામાં આવેલાફિટ ઇન્ડિયા અભિયાનની એડવાઇઝરી સમિતિની હવે મને સભ્ય બનાવવામાં આવી છે. આશા કરૂ છું કે, દરેક ભારતીયને ફિટ રાખવા માટે સરળ રીત શોધીને મદદ કરી શકુ અને અભિયાનને સફળ બનાવવામાં હાથ બટોરી શકુ.

 

(11:37 am IST)