Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સગાઈ પછી મંગેતરને મળતા અમેરિકા પહોંચી પ્રિયંકા ચોપરા

મુંબઈ: થયેલી સગાઈ પછી પ્રિયંકા અને નિક જોનસ અમેરિકા પરત ફરી ચુક્યા છે. હાલમાં જ આ કપલ લૉસ એન્જેલસમાં પ્રથમ વખત ડેટ કરતા દેખાયા હતા. પ્રિયંકા અને નિક લૉસ એન્જેલસની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ નોબૂમાં જઈ પહોંચ્યા હતા.પ્રિયંકા અને નિક એકબીજાનો હાથ પકડીને ખુબજ રોમેન્ટિક અંદાજમાં બ્રંચ ડેટ કરતા જોવા મળી રહ્યા હતા. હંમેશાની જેમ ગ્લેમર ડૉલ લાગતી પ્રિયંકાએ હાઈવેસ્ટ ડેનિમ પેન્ટ અને બ્લેક શર્ટમાં ખુબજ સુંદર લાગતી હતી.નિક જોનસ બ્લેક ગોગલ્સ સાથે ઇલેક્ટ્રીક બ્લુ શર્ટમાં ખુબજ હેન્ડસમ લાગતો હતો. ગયા અઠવાડિયે સગાઈ દરમિયાન નિકની પ્રિયંકાના પરિવારમાં ખૂબ જ પ્રશંસા થઈ હતી જે રીતે તેમણે ભારતીય સંસ્કૃતિને સ્વીકારી છે પ્રિયંકાના માતા મધુ ચોપડા ખુબજ ખુશ થયા છે.પ્રિયંકા-નેક ઈટાલીમાં યોજાનાર એક લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. હાલતો પ્રિયંકા અને નિકના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. એક સમાચાર મુજબ પ્રિયંકા અને નિક આ જ વર્ષમાં લગ્ન કરશે.

(5:21 pm IST)