Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બિગ બોસ 12ના પ્રોમોમાં સલમાન જોવા મળ્યો સરકારી બાબુના રોલમાં

મુંબઈ: ટીવી રિયાલિટી શો બિગ બોસ 12નો તાજેતરમાં નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, આ પ્રોમોમાં સલમાન ખાન વિચિત્ર જોડીઓને વિશે દર્શકોને જણાવે છે. વિડીઓમાં સલમાન સરકારી બાબુના રોલમાં નજરે પડે છે. સલમાન પ્યુ-મેડમની જોડીનો પણ જીક્ર કરે છે. સલમાને ચાપલુસી કરતા પ્યુન અને કામચોર મેડમની રોચક જોડી વિશે પણ દર્શકોને જણાવ્યું છે. આ શોમાં પહેલા કરતા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આ શોમાં સેલેબ્રીટી જોડી જોવા મળતી હતી પણ હવે આ સેલિબ્રિટી જોડી સાથે સામાન્ય જોડી પણ જોવા મળવાની છે.

(5:18 pm IST)