Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

અજયની બે ફિલ્મોની તારીખ નક્કી થઇ ગઇ

બોલીવૂડના સિંઘમ અજય દેવગણે પણ એક પછી એક ફિલ્મો હાથ પર રાખી છે. તે વધુ પડતો એકશન રોલમાં જોવા મળે છે. જો કે કોમેડી અને રોમાન્ટીક ફિલ્મમાં પણ તે સફળ રહ્યો છે. તેની બે ફિલ્મોની તારીખ નક્કી થઇ ગઇ છે. અજય હાલમાં એક ફિલ્મ રિલીઝ થઇ જાય ત્યાં બીજી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દે છે. તેની ફિલ્મ 'દે દે પ્યાર દે' ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આવશે. આ ફિલ્મને ભુષણ કુમાર, અંકુર ગર્ગ, લવ રંજન પ્રોડ્યુસ કરી રહ્યા છે. અકિવ અલી આ ફિલ્મથી નિર્દેશક તરીકે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. અજય સાથે તબ્બુ અને રકુલ પ્રિત સિંઘ છે. અજય લવની આગામી ફિલ્મ સાથે પણ જોડાયેલો છે. જેમાં તેની સાથે રણબીર કપૂર છે. આ ફિલ્મ ૨૦૨૦માં ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે.

 

(9:32 am IST)