Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

અભિનયની દુનિયામાં ફરીથી જયાપ્રદાનું આગમન

જયાપ્રદા ફરી એક વખત અભિનયની દુનિયામાં આવી છે. એન્ડ ટીવીના શો 'પરફેકટ પતિ'માં જયા પ્રદા રોલ નિભાવી રહી છે. પહેલી જ વખતે તે ટીવી પરદે કામક રી રહી છે. મુંબઇમાં આ શોના લોન્ચીંગ વખતે જયાએ કહ્યું હતું કે હું ફરીથી આવી છું.

હું થોડા સમય માટે આ દુનિયાથી દુર જતી રહી હતી. પણ અભિનય હું કદી છોડી શકતી નથી. મેં પહેલેથી જ નક્કી કર્યુ હતું કે અભિનયને કાયમ માટે અલવિદા નહિ કરું. ડાન્સ, સંગીત પણ મારા લોહીમાં છે. હું ખાસ તકની રાહ જોઇ રહી હતી ત્યાં મને આ શો મળ્યો છે. મેં આ પહેલા કદી ટીવી પર કામ કર્યુ નથી. મને અનેક લોકોએ ટીવી પર કામ કરવાની ના પાડી હતી. પણ મારા માટે આ કામ પડકાર સમાન હતું. જયાપ્રદા ચોવીસ વર્ષથી રાજકારણમાં છે. તે  છેલ્લે ૨૦૧૩માં કંગનાની ફિલ્મ રજ્જોમાં જાનકીના રોલમાં જોવા મળી હતી. તો આ વર્ષે એક મલયાલમ ફિલ્મ પણ આવી હતી.

(9:31 am IST)