Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ચમત્કારો આજે પણ થાય છેઃ એલી

બિગ બોની સાતમી સિઝનમાં ભાગ લઇ જાણીતી બનેલી સ્વીડન અભિનેત્રી એલી અવરામે બોલીવૂડમાં વન નાઇટ સ્ટેન્ડ, નામ શબાના, ફ્રોડ સૈંયા, કોઇ જાને ના સહિતની ફિલ્મો ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે. ટીવી શો અને વેબ સિરીઝ પણ કરી ચુકેલી એલી હવે જે રોલ કરી રહી છે તેને ચમત્કાર ગણી રહી છે. અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, રશ્મિકા મંદાના અભિનીત ગૂડબાય ફિલ્મમાં એલીને પણ ખાસ ભુમિકા મળી છે. વિકાસ બહેલના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું છે એ જાણીને એલીએ કહ્યું હતું કે આ ચમત્કારથી ઓછુ કંઇ જ નથી. એલીને અમિતાભ બચ્ચન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને કેપ્શન આપી હતી કે 'ડિયર ફેન-ફેમ, અહીં આવે છે મારું આગામી કામ. સ્ક્રીપ્ટ પકડીને રાખી છે, પરંતુ શેર નહીં કરું. આ તો અમિતાભ બચ્ચન સાથેની 'ગૂડબાય' છે. મને આજે પણ યાદ છે કે હું સ્વીડનમાં મારા ઘરે તેમનાં 'શાવા શાવા' ગીત પર મારી ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરતી હતી અને આજે હું તેમની સાથે કામ કરી રહી છું.  હું એટલુ જ કહીશ કે જો તમે મોટા સપના જોવાની હિમ્મત રાખો તો ચમત્કારો આજે પણ થઇ શકે છે.

(10:12 am IST)