Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જૈકલીનનું કામ આકર્ષિત કરે છે

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીસને હવે સાઉથના સુપરસ્ટાર સુદીપ કિચ્ચાની એક ફિલ્મ મળી ગઇ છે. 'વિક્રાંત રોણા' નામની આ ફિલ્મમાં જૈકલીનને મુખ્ય ભુમિકા મળી છે. સુદિપે અભિનય ઇન્ડસ્ટ્રીમાં પચ્ચીસ વર્ષ પુરા કર્યા હોવાથી તેણે આ ફિલ્મ જાહેર કરી છે. ફિલ્મના લોગો સાથેનું પોસ્ટર સુદિપે સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ હતું. ખાસ વાત એ છે કે સુદિપની આ ફિલ્મ ૧૪ ભાષા બનશે અને એક સાથે ૫૫ દેશોમાં રિલીઝ કરવામાં આવશે. અનુપ ભંડારી દ્વારા નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ જેક મંજુનાથ અને શાલિની મંજુનાથ કરી રહ્યા છે. નિર્માતા જેક મંજુનાથે કહ્યું હતું કે 'મને એ વાતની ખુશી છે કે 'વિક્રાંત રોણા'ની ટીમમાં જૈકલિન પણ જોડાઇ ગઇ છે. તેનું કામ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. નિર્દેશક અનુપે કહ્યું હતું કે જૈકલીનની એન્ટ્રી થવાથી સ્ટોરીને એક અગત્યનો વળાંક મળી જશે. જૈકલીને કહ્યું કે આ ફિલ્મ એકશન અને સાહસથી ભરપૂર છે. ફિલ્મને ભવ્યતાથી બનાવવામાં આવી રહી છે એનો ભાગ બની હું ખરેખર ઉત્સાહી છું.

(10:11 am IST)