Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સ્ક્રિન પર વીર જવાનોની ગાથા ટૂંકમાં જોવા મળશે

પાંચ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે

મુંબઈ, તા. ૨૭ : ભારતે ગઈકાલે એટલે કે ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવણી કરી. ૨૧ વર્ષ પહેલા ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો ભારતીય સેનાના ઈતિહાસમાં એવા અનેક સૈનિક થયા છે. જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર એવા અનેક ઐતિહાસિક કામ કર્યા છે. જ્યારે તે વીરમાંથી કેટલાક જાંબાઝ યોદ્ધાઓ પર ફિલ્મ પણ બની રહી છે. જે ટૂંક સમયમાં રીલિઝ થશે. અમે એવા વીર જવાનોની બાયોપિક વિશે તમને જણાવી રહ્યાં છીએ. જેમના પર ફિલ્મ તમને પણ પ્રેરણા આપશે.

ગુંજન સક્સેના

ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લ', કારગિલ ગર્લના નામથી ફેમસ ફ્લાઈટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાની લાઈફ પર બેઝ્ડ છે. ૧૨ ઓગસ્ટના રોજ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. નોંધનીય છે કે, ભારતીય વાયુ સેનાના યુદ્ધમાં નીડર થઈને લડનાર ગુંજન દેશની પહેલી મહિલા હતી. જેને લિમ્કા બુકમાં જગ્યા મળી હતી. તે પહેલી મહિલા હતી. જે યુદ્ધના સમયમાં રણક્ષેત્રમાં ગઈ હતી. ફિલ્મમાં ગુંજન સક્સેનાનું કેરેક્ટર જ્હાનવી કપૂર નિભાવી રહી છે.

વિક્રમ બત્રા

કારગિલ વૉરના હીરો કેપ્ટન વિક્રમ બત્રા પર પણ ફિલ્મ 'શેરશાહ' બની રહી છે. જેમાં વિક્રમ બત્રાનો રોલ સિદ્ધાર્થ મલ્હોત્રા નિભાવશે. ફિલ્મનું ડિરેક્શન વિષ્ણુ વર્ધન કરી રહ્યો છે. ફિલ્મ વર્ષે રીલિઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે રીલિઝ ડેટ બદલી શકે છે.

સામ માણેકશૉ

પોતાની બહાદુરી અને જિંદાદિલી માટે ફેમસ ફીલ્ડ માર્શલ સામ માણેકશો પર બની રહેલી ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના બે પોસ્ટર આવી ચૂક્યા છે જેના પછી ફિલ્મને લઈને ફેન્સ ખૂબ એક્સાઈટેડ છે. આશા છે કે ટૂંક સમયમાં ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. નોંધનીય છે કે સામ તે ઓફિસર હતો જેની લીડરશિપમાં ૧૯૭૧માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું. તેમની બહાદુરી અને બોલવાના કિસ્સા પણ ફેમસ છે.

અરુણ ખેત્રપાલ

પરમવીર ચક્ર વિજેતા અને ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ પર પણ બાયોપિક બની રહી છે. ફિલ્મનું નામ નક્કી નથી પરંતુ એવું જણાવવામાં આવે છે કે, અરુણના ઉત્તમ કામને દર્શાવવામાં આવશે.

વિજય કાર્ણિક

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિજય કાર્ણિક પર ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નામ 'ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' છે. ફિલ્મમાં વિજય કાર્ણિકનો રોલ અજય દેવગન નિભાવી રહ્યો છે. નોંધનીય છે કે, કાર્ણિક ૧૯૭૧ના યુદ્ધમાં ભુજના એરબેઝ ઈન્ચાર્જ હતો. પાકિસ્તાનની બોમ્બ વર્ષા પછી પણ એરબેઝ ઓપરેશનલ રાખ્યું હતું.

(7:47 pm IST)