Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સ્ટાર રણદીપ હૂડાએ પોલીસ સ્ટેશનમાં જઇ સફાઈ કરી

સલમાન ખાન સ્ટારર રાધેમાં રણદીપ હૂડા જોવા મળશે : એક્ટર રણદીપ હૂડાએ બીએમસી-મુંબઈ પોલીસ સાથે મળીને શનિવારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુંં

મુંબઈ, તા.૨૭ : કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદથી બોલિવૂડ સેલેબ્રિટી સહિત મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલને અસર થઈ છે. વચ્ચે એક્ટર રણદીપ હૂડાએ બીએમસી અને મુંબઈ પોલીસ સાથે મળીને શનિવારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાનું કામ કર્યું હતું. દરમિયાન અન્ય કેટલાક વોલેન્ટીયર્સ પણ સાથે જોડાયા હતા. એક્ટરે સ્વસ્છતા અભિયાન બાદની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે માસ્ક, હાથમાં ગ્લવ્સ અને ટોપી પહેરીને અન્ય વોલેન્ટીયર્સ સાથે મળીને ગંદકી અને કચરો દૂર કરી રહ્યો છે. ઉપરાંત તેણે તમામ લોકોને દેશ તથા પર્યાવરણ માટે જરૂરી કામ કરવા વિનંતી કરી હતી. રણદીપ હૂડાએ પોતાની ઈન્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, 'જ્યારે તમે અન્ય લોકોની ભલાઈ માટે સારું કામ કરો છો,

               તેનાથી તમને ખુશી અને હેતુ મળે છે. તમારે ધરતી કે દેશની સેવા કરવા માટે વર્સોવા બીચ જવાની જરૂર નથી. ગમે ત્યાંથી શરૂ કરો. શેર કરવું અને લાઈક કરવાથી કશું નથી થવાનું... આજે વર્સોવા પોલીસ સ્ટેશનની સફાઈ કરી.' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હૂડા સલમાન ખાન અને દિશા પાટની સ્ટારર 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યા છે. જોકે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ખસેડી દેવામાં આવી છે. રણદીપ હૂડાએ પોસ્ટ કરતા તે ચર્ચામાં આવી ગયો હતો અને ઈન્ટરનેટ પર એક્ટરના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. જોકે પહેલીવાર નથી જ્યારે એક્ટરે સ્વસ્છતા અભિયાનમાં ભાગ લીધો હોય.

(7:44 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 46,484 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,82,503 કેસ થયા :4.95,443 એક્ટિવ કેસ :કુલ 9,53,189 દર્દીઓ રિકવર :વધુ 636 લોકોના મોત :મૃત્યુઆંક 33,448 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7924 કેસ : તામિલનાડુમાં નવા 6993 કેસ :દિલ્હીમાં 613 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ: કર્ણાટકમાં નવા 5324 કેસ :ઉત્તર પ્રદેશમાં 3505 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2112 કેસ :બિહારમાં 2192 નવા કેસ, તેલંગાણામાં 1473 કેસ,રાજસ્થાનમાં 1134 કેસ અને આસામમાં 1348 નવા કેસ અને ઓરિસ્સામાં 1503 કેસ નોંધાયા access_time 1:09 am IST

  • રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST

  • ચીન હસ્તકના તિબેટમાં આવેલ ચેંગડુ એલચી કચેરી ખાલી કરી જતા અમેરીકનોઃ ચીનાઓ એકત્ર થયા : ચીન હસ્તકના તિબેટમાં આવેલા ચેંગડુ ખાતેની અમેરીકન એલચી કચેરીના સ્ટાફે ૭૨ કલાકમાં અલ્ટીમેટમ પુરૂ થતાવેંત એલચી કચેરી છોડી દીધી છે. અમેરીકાના ટેકસાસના હયુસ્ટન ખાતે ચીની એલચી કચેરી બંધ કરાવ્યાના પગલે ચીને ચેંગડુની અમેરીકી એલચી કચેરી બંધ કરાવી છે. ચીનાઓએ એલચી કચેરી બહાર એકત્ર થઇ તસ્વીરો, વિડીયો લીધી હતી ૩૫ વર્ષથી આ એલચી કચેરી તિબેટ સહિત પશ્ચિમ ચીન જોડે સંપર્ક રાખી રહેલ હતી. access_time 2:41 pm IST