Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઉરી પર આધારિત સિરીઝમાં અમિત આર્મી ઓફિસર

ઓટીટી પ્લેટફોર્મ પર લોકોને દરેક પ્રકારના શો, સિરીઝ અને ફિલ્મો મળી રહ્યા છે. સોની લિવના તાજેતરમાં રિલીઝ થયેલા શો અનદેખી, યારા અને ઓનરને સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ૩૧મી આ પ્લેટફોર્મ પર  અવરોધ-ધ સીઝ વિધિન નામની સિરીઝ રિલીઝ થઇ રહી છે. રાજ આચાર્ય નિર્દેશિત આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી એટેક અને સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. જેમાં અમિત સાધ, દર્શન કુમાર, મધુરિમા તુલી, નીરજ કાબી, વિક્રમ ગોખલે સહિતના કલાકારો છે. અમિત સાધ આ શોમાં એક આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. અમેઝોન પ્રાઇમની સિરીઝ બ્રીધ માટે અમિત સાધના સતત વખાણ થઈ રહ્યાં છે ત્યારે હવે તે આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. અમિત સાધ ઉપરાંત અભિનેતા દર્શન કુમાર આ સિરીઝમાં મેજર રોનક ગૌતમના રોલમાં, મધુરિમા તુલી  સિનિયર રિપોર્ટરના રોલમાં, નીરજ કાબી નેશનલ સિકયાઙ્ખરિટી એડ્વાઇઝર તરીકે અને વિક્રમ ગોખલે વડા પ્રધાનના રોલમાં જોવા મળશે. આ કલાકારો ઉપરાંત અનંત મહાદેવન અને પવૈલ ગુલાટી પણ મહત્ત્વનો રોલ કરવાના છે.

(9:30 am IST)