Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બીજી ઓક્‍ટોબરે શું થયું હતું?:અજય નવેમ્‍બરમાં જણાવશે

અભિનેતા અજય દેવગણની ખુબ રાહ જોવાઇ રહેલી ફિલ્‍મોમાં દ્રશ્‍યમ-૨ પણ સામેલ છે. આ ફિલ્‍મ બહુ ઝડપથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં જ ફિલ્‍મનું શુટીંગ પુરુ થયું છે. નિર્માતાઓએ પોસ્‍ટર પણ રિલીઝ કર્યુ છે અને ફિલ્‍મ અઢારમી નવેમ્‍બરે રિલીઝ થશે. આ તારીખે અજય દેવગણ બધાને જણાવશે કે બીજી ઓક્‍ટોબરે શું થયું હતું. અજય દેવગણ સાથે તબ્‍બુ, શ્રીયા સરણ, ઇશિતા દત્તા મુખ્‍ય ભુમિકામાં છે. સાથે અક્ષય ખન્‍ના અને રજત કપૂર પણ મહત્‍વના રોલમાં જોવા મળશે. દ્રશ્‍યમ-૨નું નિર્માણ વાયાકોમ-૧૮, ગુલશન કુમાર, ટી-સિરીઝ અને પનોરમા સ્‍ટુડિયોઝે રજૂ કરી છે અને  ભુષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્‍ણ કુમારે નિર્માણ કર્યુ છે. સંજીવ જોષી, આદિત્‍ય ચોક્‍સી અને શિવ ચનાના સહનિર્માતા છે. દ્રશ્‍યમને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. હવે બીજા ભાગમાં વધુ મજા આવશે તેવી દર્શકોને આશા છે.

(10:22 am IST)