Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પોલીસે યશરાજ હાઉસના બે અધિકારીની પુછપરછ કરી

સુશાંત સિંહ આત્મહત્યા કેસની સઘન તપાસ : શનિવારે બન્ને અધિકારીના નિવેદન નોંધવામાં આવ્યા, અન્ય પ્રોડક્શન હાઉસ અંગે તપાસ હાથ ધરવામાં આવી

મુંબઈ, તા. ૨૭ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના બે પૂર્વ મોટા અધિકારીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે, વર્ષ ૨૦૧૨માં સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તે સમયે બંને એક્ઝિક્યુટિવ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા હતા. એક અહેવાલ પ્રમાણે, પોલીસને સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તે એગ્રીમેન્ટ કોપી મળી ગઈ છે, પણ કરાર તોડ્યા પછીના એગ્રીમેન્ટની કોપી તેમની પાસે નથી. શુક્રવારે પ્રોડક્શન હાઉસના બંને પૂર્વ એક્ઝિક્યુટિવ પર કરાર સાઈન કરવા અને તોડી નાખવાની શરતોને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ શનિવારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવામાં આવ્યો હતો.

           ડિરેક્ટરે સુશાંતને સાઈન કર્યો હતો. વાતને લઈને કેટલાક ડોક્યુમેન્ટ પણ માગવામાં આવ્યા છેજે કાસ્ટિંગ ડિરેક્ટરને સાથે લાવવા જણાવાયું છે. ગયા અઠવાડિયે યશરાજે સુશાંત સિંહ સાથે થયેલા તેના જૂના કોન્ટ્રાક્ટની કોપી પોલીસને સોંપી હતી. સૂત્રોના મુજબ, કોન્ટ્રાક્ટમાં સુશાંત સાથે યશરાજની ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે, જેમાં 'શુદ્ધ દેશી રોમાન્સ' અને 'બ્યોમકેશ બક્ષી' બની ગઈ છે. ત્રીજી ફિલ્મ 'પાની' હતી, જેની પર કોઈ કામ થયું નથી. સામાન્ય રીતે યશરાજ ત્રણ ફિલ્મોની ડીલ કલાકાર સાથે કરે છે. ફિલ્મોની સફળતાને આધારે કરારને આગળ વધારવામાં આવે છે.

           સુશાંત સાથે ત્રીજી ફિલ્મ 'પાની' બનાવવાનું કારણ બજેટનો અભાવ ગણાવાઈ રહ્યો છે. ટ્રેડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, ડિરેક્ટર શેખર કપૂરે ફિલ્મ માટે ૧૫૦ કરોડ રૂપિયાથી પણ વધારે બજેટ કહ્યું હતું. બજેટ યશરાજને વધારે લાગ્યું અને તેમણે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી. કારણે શેખર અને સુશાંત બંને નારાજ થયા હતા.

           યશરાજ ઉપરાંત મુંબઈ પોલીસ તેના જેવા અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરી રહી છે, જ્યાં સુશાંતે ફિલ્મ સાઈન કરી હતી. તો બીજી તરફ પોલીસની એક ટીમ સુશાંતના આર્થિક પાસાંની પણ તપાસ કરી રહી છે.

(9:46 pm IST)