Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ટીવી સીરીઝના ફેને આખી સ્ટાર-કાસ્ટના ચહેરા ટેટુ રૂપે પીઠ પર ચિતરાવી દીધા

મુંબઇ તા ૨૭  :  તમને ' તારક મહેતા કા ઉલટા ચશ્મા' સિરીયલ બહુ ગમતી હોય તો પણ શું તમે જઠાલાલ કે દયાભાભીના ચહેરા તમારા શરીરે ચિતરાવો? તમે ભલે ના પાડો, પણ આવું જ કંઇક ઇંગ્લેન્ડના એસેકસમાં રહેતા ડીન પાઇન  નામના ૩૧ વર્ષના ભાઇએ કર્યુ છે. ડીનભાઇ ઇંગ્લિશ ચેનલ પર આવતી 'ઓન્લી ફૂલ્સ એન્ડ હોર્સીઝ નામની કોમેડી સિરિયલના જબરા ફેન છે. રોજ આ કોમેડી સિરિયલ જોવાનું મન થાય એ સમજી શકાય, પણ ભાઇ સાહેબે આ શોનાં ફેમસ કેેરેકટર્સના ટેટુ પીઠ પર ચિતરાવી લીધાં છે. અલબત્ત, આ કામ એક સાથે નથી કરી નાખ્યુ. ડીને પહેલા બે મુખ્ય પાત્રોના હુબહુ ચહેરા ચિતરાવ્યા અને એ માટે આઠ કલાક લાગ્યા. એ પછી બીજા બે અને પછી એક. છેલ્લે તાજેતરમાં તેણે આ સિરિયલમાં આવતી ફેમસ કારનું ટેટુ પણ આ સ્ટાર-કાસ્ટમાં ઉમેરી દીધું છે. આ દિવાનગી માટે ભાઇસાહેબે કુલ ૪૮ કલાક ટેટુ પાર્લરમાં સોયની પીડા સહન કરી છે અને ૩૦૦૦ પાઉન્ડ એટલે કે ૨.૬૩ લાખ રૂપિયાનું આંધણ કર્યુ એ જુદુ. જોકે ડીનનું કહેવું છે કે હજી તે અટકયો નથી. તેની પીઠ પર ઘણી જગ્યા બાકી છે. કદાચ થોડા સમય પછી તે બીજા પાત્રો પણ પીઠ પર ચિતરાવશે, જોકે સવાલ એ છે કે તેની ગમતી સ્ટાર-કાસ્ટ પીઠ પર છે એટલે તે રોજ જોઇ શકવાનો તો નથી તો પછી આટલી બધી પીડા શા માટે સહન કરતો હશે ?

(3:32 pm IST)