Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

આલિયાએ શરૂ કરી તેની યુટયુબ ચેનલ

મુંબઇ તા. ર૭: આલિયા ભટ્ટે તેની એક યુટયુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા તે તેના ચાહકોને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે માહિતી આપશે. આલિયાએ ગઇકાલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. વિડિયો શેર કરી આલિયાએ કહ્યું હતું કે 'હું અહીં તમને એ સમાચાર આપવા માટે આવી છું કે હું મારી યુટયુબ ચેનલ શરૂ કરી રહી છું. હું ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની દુનિયામાં તો આવી ચૂકી છું અને હવે યુટયુબની દુનિયામાં પ્રવેશી રહી છું. બિહાઇન્ડ ધ સીનની પાછળની સ્ટોરી તમે મારી ચેનલ પર જોઇ શકશો. મારી લાઇફના સારા, ખરાબ અને ફની દિવસો વિશે પણ તમને માહિતી આપવામાં આવશે. સાથે જ કામથી ભરપૂર, ઇન્ટરેસ્ટિંગ અને સિમ્પલ દિવસો વિશે પણ જાણી શકશો. એક વ્યકિત તરીકે હું સુપર એકસપ્રેસિવ છું. એકટર બન્યા બાદ હું થોડી પ્રાઇવેટ બની ગઇ છું. જો તમને મારો આઇડિયા પસંદ પડયો હોય તો સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરજો.'

(11:25 am IST)