Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ખુબ મજેદાર પાત્ર નિભાવી ઉત્સાહિત છે ભૂમિ પેડનેકર

અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં ફિલ્મ 'પતિ પત્નિ ઓૈર વો'ના શુટીંગમાં વ્યસ્ત છે. પ્રણય ત્રિકોણ પર આધારીત આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભુમિકામાં છે. ભૂમિ આ ફિલ્મમાં એવી છોકરીના રોલમાં છે જે મોટા શહેરમાંથી આવે છે. તે આજના યુગની યુવાન છોકરી છે. ભૂમિ જે પાત્ર નિભાવી રહી છે તે તેની ઉમરથી ખુબ નજીક છે. તે કહે છે મારું આ ફિલ્મનું પાત્ર ખુબ જ મજેદાર છે. મારી અસલી જિંદગી સાથે મળતું આવે છે. આ પાત્ર નિભાવવા હું ખુબ જ ઉત્સાહિત છું. મારું આ પાત્ર મહાત્વાકાંક્ષી યુવતિનું પણ છે, જેની અંદર સતત ઉર્જા છે. તે જીવનમાં કંઇક મોટી ચીજો કરવા તત્પર રહે છે. આ પાત્રની મોટા ભાગની વિશેષતા મારી અસલી જિંદગી સાથે મળતી આવે છે.

(10:01 am IST)