Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

હીના પાસે નથી આરામનો સમય

ટીવી શો 'કસોટી જિંદગી કી-૨'માં કોમોલિકાનો રોલ નિભાવી રહેલી અને યે રિશ્તા કયા કહેલાતા હૈ થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી હીના ખાનના કરોડો ચાહકો છે. ટીવી શો ઉપરાંત હીના સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. આ ઉપરાંત તે ફિલ્મમાં પણ કામ કરી રહી છે. હીના ખાત સતત વ્યસ્ત શેડ્યુલને કારણે તાજેતરમાં બિમાર પડી ગઇ હતી. આ વખતે તેણે પોતાની ઇંસ્ટા સ્ટોરી પર બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર પોસ્ટ કરી હતી અને 'અનવેલ' એવું લખ્યું હતું. તે બિમાર પડતાં આરામ કરવો પડ્યો હતો. ટીવી શો બિગ બોસ જીત્યા પછી હીના વધુ ચર્ચામાં આવી ગઇ હતી. તેની પાસે અનેક કામની ઓફર આવવા માંડી છે. હાલમાં પણ તે જુદા-જુદા પ્રોજેકટ પર કામ કરી રહી છે. તાજેતરમાં તેણે યુરોપમાં પણ પોતાની આગામી ફિલ્મના શુટીંગમાં ભાગ લીધો હતો. આરા ન મળવાથી તે બિમાર પડી ગઇ હતી.

 

(10:00 am IST)