Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

બોલીવુડના આ કલાકરોને મળ્યું ઓસ્કરનું તેડું

મુંબઈ: બોલિવૂડના ટોચના કલાકારો સર્વશ્રી શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, નસીરુદ્દીન શાહ, તબુ અને આદિત્ય ચોપરાને ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજતી સંસ્થા એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ્ એન્ડ સાયન્સીઝ તરફથી સંસ્થાના સભ્ય તરીકે જોડાવાનું આમંત્રણ મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રંગભૂમિ અને ફિલ્મોમાં માતબર પ્રદાન કરનારા વિશ્વના ૯૨૮ કલાકારોને એકેડેમીએ પ્રકારનું આમંત્રણ પાઠવ્યું હતું જેમાં બોલિવૂડના ટોચના કલાકારોનો પણ સમાવેશ થયો હતો. અત્યાર અગાઉ એકવાર શાહરુખને સંસ્થાના સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો . અગાઉ એકેડેમીમાં માત્ર યૂરોપિયનો અને ગોરા કલાકારો વધુ હતા. પરંતુ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી એકેડેમી હવે બિનગોરા કલાકારોને પણ પોતાનામાં સમાવી રહી છે. ગયા વરસે વિવિધ દેશો અને ભાષાના ૭૭૪ કલાકારોને નિમંત્રણ મોકલાયું હતું. વરસે આંકડો ૯૨૮ કલાકારો પર પહોંચ્યો હતો. બોલિવૂડના સાત આઠ કલાકારોને આમંત્રણ મળ્યું છે. હવે એકેડેમી રંગદ્વેષનો આક્ષેપ નકારવા કટિબદ્ધ થઇ હોવાનું જાણવા મળ્યુ ંહતું.

(4:45 pm IST)