Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ફિલ્મ સાહિબ બીબી ઔર ગેંગસ્ટર થ્રીનું મોશન પોસ્ટર થયું રિલીઝ

મુંબઇ: સિનિયર અભિનેતા સંજય દત્તને આક્રમક મૂડમાં રજૂ કરતું ફિલ્મ સાહિબ બીબી ઔર ગેંગસ્ટર થ્રીના મોશન પોસ્ટરને મંગળવારે રજૂ કરાયું હતું. હાલ સંજય દત્ત પોતાની બાયો-ફિલ્મ રાજકુમાર હીરાણી નિર્દેશિત સંજુ રજૂ થવાની વાટ જોઇ રહ્યો છે. ફિલ્મમાં ટોચના અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તના જીવનના વિવિધ તબક્કાને પોતાની આગવી અભિનય ક્ષમતા દ્વારા રજૂ કર્યા છે. ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મલી ચૂકી છે અને ફિલ્મ બે દિવસ પછી ૨૯ મી જૂને રજૂ થવાની છે. બીજી બાજુ સંજયે પોતાની અભિનય કારકિર્દીને ફરી સક્રિય કરતાં નવી ફિલ્મો કરવા માંડી હતી. એવી એક ફિલ્મ સાહિબ બીબી ઐાર ગેંગસ્ટર થ્રીમાં સંજય ફરી એકવાર ગેંગસ્ટર તરીકે રજૂ થઇ રહ્યો છે. મંગળવારે સાંજે એનું એક મોશન પોસ્ટર રિલિઝ કરાયુ ંહતું જેમાં સંજય રિવોલ્વર પોતાના જમણા ગાલ પર રાખીને ગુસ્સામાં હોય એવું દેખાય છે. તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘ, જીમી શેરગીલ, માહી ગીલ વગેરે કલાકારો પણ ચમકી રહ્યાં છે.

(4:44 pm IST)