Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પંજાબી ફિલ્મ મળતાં સપનુ પુરૂ થયું: અનસ

સ્ટાર પ્લસના શો દિયા ઔર બાતી હમમાં સૂરજ રાઠીનો રોલ નિભાવી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા અભિનેતા અનસ રશિદ હાલમાં પંજાબી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. વર્ષો સુધી ટીવી પરદે આદર્શ દિકરો, પતિ અને પિતા બનીને પાત્રો નિભાવતો અનસ ફિલ્મી પરદે અલગ જ દેખાય છે. અનસની પહેલી પંજાબી ફિલ્મ નનકાનાને કારણે ચર્ચામાં છે. ગાયક-અભિનેતા ગુરદાસ માનના ડ્રીમ પ્રોજેકટ સમી આ ફિલ્મ નનકાનામાં અનસને મુખ્ય રોલ મળ્યો છે. મુળ રૂપથી અનસ પંજાબના માલરેકોટલાનો નિવાસી છે. તેને પંજાબી ફિલ્મ મળતાં તે ખુબ ખુશ છે. અનસ કહે છે પંજાબી ફિલ્મનો તેનો રોલ દર્શકોને ખુબ પસંદ આવશે. આ ફિલ્મ મળતાં તેનું પંજાબી ફિલ્મમાં કામ કરવાનું સપનુ પુરૂ થયું છે. તે આ ફિલ્મમાં અલગ જ લૂકમાં જોવા મળશે.

(9:06 am IST)