Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

લગ્ન વગર પણ સારી રીતે રહી શકુ છું: કિયારા

કિયારા અડવાણી પોતાની પર્સનલ અને પ્રોફેસનલ જિંદગીને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ભૂલભૂલૈયા-૨માં કાર્તિક સાથે જોવા મળેલી કિયારા હવે   વરૂણ ધવન સાથે ફિલ્‍મ જૂગ જૂગ જીયોમાં જોવા મળશે. આ ફિલ્‍મની કહાની લગ્ન અને છૂટાછેડા પર આધારીત છે. આ ફિલ્‍મનું ટ્રેલર લોન્‍ચ થયું ત્‍યારે કિયારાને સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા સાથે લગ્ન વિશે પુછાતાં કિયારાએ કહ્યું હતું કે મારે લગ્નના ટેગની જરૂર નથી. હું લગ્ન વગર પણ સારી રીતે રહી શકુ છું. હું સારી રીતે સેટલ છું અને સારુ કમાઇને ખુશ પણ છું. કિયારા લાંબા સમયથી સિધ્‍ધાર્થ સાથે રિલેશનશીપમાં છે. આ બંનેએ ફિલ્‍મ શેરશાહમાં સાથે કામ કર્યુ હતું ત્‍યારથી એક બીજાની નજીક આવ્‍યા છે. વચ્‍ચે બ્રેકઅપની વાતો પણ વહેતી થઇ હતી. પણ બાદમાં આ બંને સલમાનની ઇદની પાર્ટીમાં સાથે જોડાયા હતાં.

(10:06 am IST)