Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બિગ બોસની એક્સ કંટેસ્‍ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમીએ કોરોના પોઝીટીવની અફવા ઉડતા આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હી: બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી ગત દિવસો પહેલાં કોરોના પોઝિટિવ હોવાના સમાચારોને લઇને ચર્ચામાં આવી હતી. તેમના વિશે સોશિયલ મીડિયા પર અફવા હતી કે તે કોરોના વાયરસ પોઝિટિવ છે. પરંતુ હવે અભિનેત્રીએ મામલે સત્ય જણાવતાં પોતાની સ્પષ્ટતા આપી છે. મંદાના આવી અફવો ઉડાવનારાઓની ખૂબ નારાજ પણ જોવા મળી. મંદાનાએ લાઇવ ચેટ દરમિયાન આવી અફવાઓ ઉડાવનારની ઝાટકણી કાઢી હતી.

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના સમાચાર અનુસાર મંદાના કરીમીએ લાઇવ ચેટ વીડિયો દ્વારા કહ્યું કે ''હું સંપૂર્ણપણે ઠીક છું, ઘરે સફાઇ દરમિયાન મારી આંખમાં ઇંફેક્શન થઇ ગયું હતું, મારા હાથમાં કેમિકલ લગાવ્યું હતું અને મેં ભૂલથી મારી આંખોને અડકી લીધું. ત્યારબાદ મને બળતરા થવા લાગી અને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો.

મંદાના કરીમીએ અહીં ફેન્સ સાથે વાત કરતાં કહ્યું કે 'તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારી ચિંતા કરી પરંતુ હું તમને જણાવી દઉ કે હું ઠીક છું મને કોરોના થયો નથી. મારી આંખમાં સેનિટાઇઝર અને કેમિકલ્સના કારણે ઇંફેક્શન થયું હતું. લોકોએ સમજ્યા વિચાર્યા વિના મને કોરોના સંક્રમિત ગણાવી દીધી જોકે ખોટું છે.

મંદાના કરીમીએ આગળ જણાવ્યું કે ''હું આશા કરું છું કે તમે તમારા ઘરમાં સેફ છો. તેની સાથે હું તમને જણાવી દઉ કે સેનિટાઇઝર્સનો ઉપયોગ કરતાં ધ્યાન રાખો તેનાથી આંખોમાં ખૂબ તકલીફ થાય છે. સેનિટાઇઝનો ઉપયોગ કરતી વખતે તમારી આંખોને અડશો નહી. તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. તમને બધાને મારો પ્રેમ...'

(5:02 pm IST)