Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અભિનય શીખી રહી છે મિથુનની દિકરી દિશાની

અભિનેતા મિથુન ચક્રવર્તિનો બીજો પુત્ર નમાશી ચક્રવર્તિ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. રાજકુમાર સંતોષીની ફિલ્મથી તે બોલીવૂડમાં આવી રહ્યો છે. મિથુનની દિકરી દિશાની ભલે હજુ બોલીવૂડમાં કદમ માંડી રહી ન હોય, પરંતુ તે બોલીવૂડની અનેક હિરોઇનોને ટક્કર મારે તેવી છે. તે સમયાંતરે સોશિયલ મિડીયા પર પોતાની તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહે છે.  ખુબસૂરતીના મામલે તે બીજી અભિનેત્રીઓને પાછળ રાખી દે તેવી છે. દિશાનીની તસ્વીરો જોતાં જ બધા કહે છે કે તે બોલીવૂડ માટે જ બની છે. દિશાની મિથુન અને યોગીતા બાલીની અસલી દિકરી નથી. દિશાનીને અસલી માતા-પિતાએ કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. જેને મિથુને દત્તક લીધી હતી. તે ત્રણ ભાઇઓ મહાક્ષય, ઉષ્મે અને નમાશી કરતાં સોૈથી નાની છે. મિથુન અને યોગીતાએ તેને સગી દિકરીની જેમ જ ઉછેરી છે. હાલમાં દિશાની ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમાં અભિનયનો કોર્ષ કરી રહી છે. તે ગમે ત્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરે તેવી શકયતા છે.

(9:23 am IST)