Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શમાએ લગ્ન મોકુફ રાખ્યા

કોરોનાએ કેટકેટલાય લોકોના આયોજનો, સપનાઓ પર પાણી ફેરવી દીધુ છે. ટીવી અને ફિલ્મી સિતારાઓ સતત ઘરમાં જ છે. ફરીથી કામ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ અનેક એવા સ્ટાર્સ છે જેના લગ્ન પણ આ મહામારીને કારણે અટકી ગયા છે. જેમાં એક અભિનેત્રી શમા સિકંદર પણ સામેલ છે. કોરોનાના વધી રહેલા પ્રકોપને કારણે શમાએ પોતાના લગ્ન પાછળ ઠેલવાનું જ યોગ્ય સમજ્યું છે. શમા સિકંદર ઘણા વર્ષથી યુએસ સ્થિત બિઝનેસમેન જેમ્સ મિલિરોન સાથે ડેટ કરી રહી છે. આ બંનેએ વર્ષ ૨૦૧૬માં સગાઇ કરી લીધી હતી. આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં બંને લગ્ન કરી લેવાના હતાં અને તેના માટે તૈયારી પણ થઇ ચુકી હતી. પરંતુ લોકડાઉનને કારણે આ લગ્ન હવે અટકી ગયા છે. સપ્ટેમ્બરના અંતમાં ડસ્ટીનેશન વેડિંગનું પ્લાનીંગ પણ કર્યુ હતું. પરંતુ હવે આ લગ્ન પણ અટકાવી દેવાનું બંનેએ યોગ્ય સમજ્યું છે. શમાએ કહ્યું હતું કે કોરોનાએ બધાની જિંદગી બદલી નાંખી છે. અત્યારે ઘરમાંથી નીકળવું પણ યોગ્ય નથી. શમા બાલવીર સહિતના ટીવી શો અને બોલીવૂડની ફિલ્મો પણ કરી ચુકી છે.

(9:22 am IST)