Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સલમાન ખાનની 'ભારત' ફિલ્મ જર્મનીમાં સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ : ફ્રાન્સમાં પણ થિયેટરોમાં નિહાળી શકાતી સલ્લુની પ્રથમ ફિલ્મ બનશે

મુંબઈ :છેલ્લા કેટલાક સમયથી સલમાનનાં ફેન તેની અપકમિંગ ફિલ્મ 'ભારત'ની રાહ જોઇ રહ્યા છે. જે આવતી 5 જૂનનાં રોજ ઈદ પર રિલીઝ થવા જઇ રહી છે. તાજેતરમાં ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યુ છે. મેકર્સ ફિલ્મને બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ થનારી ફિલ્મ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. જર્મનીમાં આ વખતે સૌથી વધુ સ્ક્રીન પર ફિલ્મ 'ભારત' રિલીઝ થવા જઇ રહી છે. જ્યા શાહરૂખ ખાનની ફિલ્મો વધુ પસંદ કરવામાં આવે છે

ફિલ્મ મેકર્સ ફિલ્મને લઇને ઘણા આશાવાદી દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ ફ્રાન્સનાં થિયેટરોમાં રિલીઝ થશે જ્યા સલમાનની આ પહેલી ફિલ્મ રહેશે જેને લોકો મોટા પડદા પર નિહાળી શકશે. તેટલુ જ નહી 'ભારત' ફિલ્મ જર્મનીમાં સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થતી ફિલ્મ બનશે. ફિલ્મને લઇને પ્રમોશનને થોડી હટકે કરવામાં આવી રહ્યો છે 'ભારત' ફિલ્મને પહેલી વાર IPL મેચની ફાઇનલ દરમિયાન પ્રમોટ કરવામા આવી હતી. વળી આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી જ્યા ડિસ્ટ્રીબ્યુશન માટેનાં સેલ્સ બૂથ હતા.

(12:01 am IST)
  • અમદાવાદમાં ૫ દિવસ સુધી ગરમી ૪૨થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે: હવામાન ખાતુ: યલ્લો એલર્ટ જાહેર access_time 3:41 pm IST

  • ગુજરાત વહીવટી સેવા અને વર્ગ ૧-૨ની પરીક્ષાનું પરિણામ જાહેર :૧૦થી ૨૯ જુન દરમિયાન યોજાશે મૌખિક ઇન્ટરવ્યુ :૧૭, ૨૪ ફેબ્રુઆરી અને ૩ માર્ચે યોજાઈ હતી પરીક્ષા :અંદાજે ૫ હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા :૨૯૪ જગ્યા માટે ૯૧૨ ઉમેદવારો ઉત્તીર્ણ થયા access_time 11:08 pm IST

  • દેખાવો સર્જાતા કાશ્મીરના નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા : શ્રીનગર : આતંકી કમાન્ડર ઝાકીર મુસા ઠાર મરાયા પછી બે દિવસ અશાંતિ રહેલ. આ પછી પ્રતિબંધો ઉઠાવી લેવાયેલ. દરમિયાન ફરી મોટાપાયે દેખાવો શરૂ થતાં શ્રીનગરના જૂના વિસ્તાર નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા છે. હાઈ સ્પીડ મોબાઈલ - ઈન્ટરનેટ સેવા સતત બંધ છે access_time 11:44 am IST