Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કુકેતમાં ફેમિલી સાથે વેકેશન માણતો શાહિદઃ

શાહિદ કપૂર તેની ફેમિલી સાથે હાલમાં કુકેતમાં વેકેશન માણી રહ્યો છે. શાહિદ ઘણા સમય બાદ તેની ફેમિલી સાથે હોલિડે પર ગયો છે. તેઓ ઇન્ટાગ્રામ પર તેમના ફોટો શેર કરી રહ્યો છે. શાહિદે તેની પત્ની મીરા સાથેનો ફોટો શેર કર્યો છે. મીરાએ પણ તેનાં બાળકો ઝૈન અને મિશાનો ફોટો શેર કર્યો છે.

(11:47 am IST)
  • મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે :વિપક્ષ ખોટો ભ્રમ ઉભો કરવાની કોશિશ કરે છે :મધ્યપ્રદેશની સતારૂઢ કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગની અધ્યક્ષા શ્રીમતી શોભા ઓઝાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ ઉદભવેલી સ્થિતિમાં પણ કોંગ્રેસ સરકાર સ્થિર રહેશે અને પોતાનો પાંચ વર્ષ પુરા કરશે access_time 1:09 am IST

  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST

  • રાહુલને અમદાવાદની કોર્ટમાં હાજરી આપવામાંંથી મુકિત : રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસનો મામલોઃ મેટ્રો પોલીટન કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માંગીઃ નહેરૂની ૫૫મી વરસી હોવાથી માંગી મુકિતઃ કોર્ટે કારણો જોતા રાહુલ ગાંધીને મુકિત આપીઃ જુલાઇના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે access_time 1:16 pm IST