Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કેરલમાં રજા માણવા પહોંચી 'કુમકુમ ભાગ્ય'ની પ્રજ્ઞા

ટીવી શો કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનો રોલ નિભાવી રહેલી મુખ્ય અભિનેત્રી શ્રુતિ ઝાએ  તાજેતરમાં કામમાંથી રજા લઇ કેરલમાં ફરવાની મજા લીધી હતી. શ્રુતિ પોતાની બેસ્ટ ફ્રેન્ડ માનવી ગાગરૂ સાથે કેરલ પહોંચી ગઇ હતી. બંને અભિનેત્રીએ પોતાની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. શ્રુતિ અને માનવી આ ફિલ્ડમાં પણ સતત સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની તસ્વીરો તથા વિડીયો પોસ્ટ કરતી રહે છે. શ્રુતિએ માનવી સાથેની એક તસ્વીર મુકી છે જેમાં બંને બીચ પર આરામ કરતી જોવા મળી હતી. જેમાં શ્રુતિએ બ્લેક બિકિની ટોપ પહેરર્યા છે અને માનવીએ  ફલોરલ પ્રિન્ટ ટોપ પહેર્યુ હતું. આ બંને બેસ્ટ ફ્રેન્ડ છે પણ બાર વર્ષમાં પહેલી જ વખત સાથે ફરવા ગઇ છે. કુમકુમ ભાગ્યના પ્રજ્ઞાના રોલથી શ્રુતિએ ખુબ નામના મેળવી છે.

 

(11:42 am IST)