Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લાંબા સમય પછી સુનિલ શેટ્ટીનું દમદાર કમબેક

રજનીકાંતની ફિલ્મ દરબારમાં સુનિલ શેટ્ટીની પણ એન્ટ્રી થઇ છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીની પણ એન્ટ્રી થઇ છે. લાંબા સમય પછી સુનિલ એક દમદાર રોલમાં જોવા મળવાનો છે. રજનીકાંતે પ્રતિક બબ્બર સાથેના એકશન સિનનું શુટીંગ મુંબઇમાં કર્યુ હતું. સુનિલના લૂકનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં તે ખુરશીમાં બેઠેલો અને આંગળી ઉંચી કરતો ખુબ જ ગુસ્સામાં અને દમદાર દેખાય છે. રજનીકાંત્ આ ફિલ્મમાં આઇપીએસના રોલમાં છે. લાંબા સમયથી ફિલ્મી પરદેથી દુર સુનિલ માટે આ ધમાકેદાર કમબેક છે. સુનિલ શેટ્ટી આ ફિલ્મમાં પ્રતિક બબ્બરના પિતાના રોલમાં હોવાની ચર્ચા છે. નયનતારા પણ મહત્વના રોલમાં છે. સુનિલ શેટ્ટી અને રજનીકાંતના જબરદસ્ત ફાઇટ સિન પણ જોવા મળશે. 

(11:42 am IST)