Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

સાઇના નહેવાલની ભૂમિકાને લઇ શ્રદ્ધા કપુર હવે વ્યસ્ત થઇ

બાયોપિક ફિલ્મને અમોલ ગુપ્તા બનાવી રહ્યા છેઃ સાઇના નહેવાલ જેવો લુક શ્રદ્ધા કપુરને અપાયો

મુંબઇઃ બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર હવે ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. આ ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા શ્રદ્ધા કપુર અદા કરવા જઇ રહી છે. તે હાલમાં સાઇના નહેવાલના લુકમાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ બાયોપિક ફિલ્મને તારે જમીન પર જેવી યાદગાર ફિલ્મ બનાવનાર નિર્દેશક અમોલ ગુપ્તા બનાવશે. ફિલ્મના શુટિંગને ટુંક સમયમાં હવે શરૃ કરવામાં આવનાર છે. સાઇનાના રોલ માટે શ્રદ્ધા કપુરની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મને ભુષણ કુમાર પ્રોડ્યુસ કરવા જઇ રહ્યા છે. આ  ફિલ્મ  આ જ વર્ષે જ રજૂ કરવાની યોજના છે. એક વખતે ફિલ્મનુ શુટિંગ શરૃ કરવામાં આવ્યા બાદ તેને ઝડપથી આગળ વધારી દેવામાં આવનાર છે. ફિલ્મમા ડાયલોગ હિન્દી મિડિયમ ફિલ્મના  અમિતોષ ડાયલોગ લખી રહ્યા છે. સાઇનાની સ્ક્રિપ્ટ પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. અમિતોષ ફિલ્મમાં શ્રદ્ધા કપુરને હરિયાણી ભાષા બોલવા માટે પણ ટ્રેનિંગ આપનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધાની બેડમિન્ટનની   પ્રથમ રાઉન્ડની ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવી છે. રેકેટ અને ગ્રાઉન્ડ પર ગ્રિપ કેવી હોવી જોઇએ તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાઇના મેદાનમાં રમે છે ત્યારે કઇ કઇ રીત અપનાવતી હોય છે તે નાની નાની બાબતો પર હાલમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શ્રદ્ધા કપુરને પણ છેલ્લા કેટલાક સમયથી કોઇ હિટ ફિલ્મ હાથ લાગી નથી. જેથી તે પોતે સફળ ફિલ્મની રાહ જોઇ રહી છે. હાલમાં બાયોપિક ફિલ્મનો દોર ચાલી રહ્યો છે. એકબાજુ રણબીર કપુર પણ સંજય દત્તની લાઇફ પર બની રહેલી સંજુ ફિલ્મમાં હાલમાં કામ કરી રહ્યો છે. જેમાં તે એકદમ સંજુના લુકમાં નજેર પડી રહ્યો છે. તમામ લોકો ફિલ્મને જોઇને ચોંકી જશે. ફિલ્મના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

(3:25 pm IST)