Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

અમિતાભ બચ્ચન પાસે હજુ ઘણી ફિલ્મો હાથમાં

ઠગ ઓફ હિન્દુસ્તાન સાતમી નવેમ્બરે રજૂ કરાશેઃ મોટી વયમાં પણ મળી રહેલી ભૂમિકાથી તમામ પ્રભાવિત

મુંબઇઃ બોલિવુડના સૌથી મોટા સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હાલમાં પણ બિલકુલ સમય નથી. તેઓ હાલમાં આમીર ખાન, રણબીર કપુર  સાથે  ફિલ્મ કરી રહ્યા છે.  તેમનુ કહેવુ છે કે કામ સાથે સંબંધિત મળી રહેલા તમામ ઓફરને લઇને તે ઓ પોતે પણ આશ્ચચર્યચકિત છે. બિગ બિ અમિતાભ હવે આમીર ખાન સાથેની ઠગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવનાર છે.  ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી આ ફિલ્મ સાતમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બોલિવુડના બે સૌથી મોટા સ્ટાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે ફરી એકવાર કેટરીના કેફને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે.  તેમની પાસે મોટી વયમાં પણ સારી સારી ભૂમિકા આવી રહી છે. અમિતાભ બચ્ચન હવે કહે છે કે તમામની ઓફરને સ્વીકારી લેવા માટે તેમની પાસે સમય નથી. અમિતાભ બ્ચ્ચને કહ્યુ છે કે તમામ ચીજોનો હિસ્સો બનવા માટે તેમની પાસે સમય નથી. અમિતાભે હવે પોતાના સત્તાવાર બ્લોગ પર કામના સંબંધમાં પુરતી માહિતી આપી છે. પા સ્ટારે પોસ્ટ કરીને કહ્યુ છે કે જો તેઓ કોઇ ફિલ્મ હાથ ધરી રહ્યા છે તો તે ફિલ્મ પૂર્ણ કરવામાં આવનાર છે.  અમિતાભે કહ્યુ છે કે માનવીની ઇચ્છાને પૂર્ણ કરવાની બાબત સરળ નથી. અમિતાભે સ્પષ્ટતા  કરતા કહ્યુ છે કે જે પણ ઓફર મળી રહી છે તે ક જ સમયમાં પૂર્ણ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જેથી હાલમાં જે પણ ઓફર આવે છે તે ઓફરને તરત હાથ ધરવા માટેના પ્રયાસ કરે છે. કેટલીક પટકથા સાંભળી છે પરંતુ  આ ફિલ્મોમાં કામ કરવા માટે તેમની પાસે હવે વધારે સમય નથી. અમિતાભની સાથેના સ્ટાર હવે કામ કરી રહ્યા નથી.

(3:23 pm IST)