Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સોશ્યલ મીડિયામાં નેહા ધુપિયા સમક્ષ બ્રેસ્ટ ફિડીંગનો વીડિયો બતાવવાની માંગ કરનારને સણસણતો જવાબઃ બ્રેસ ફિડીંગને સેક્સુઅલાઇઝ ના કરવુ જાઇઍ

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી નેહા ધૂપિયાને કોઈ ટ્રોલરે કહ્યું કે મારે તમારો બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવતો વીડિયો જોવો છે. મને તમારો આવો એક વીડિયો બતાવોને. નેહા ધૂપિયાએ તેનો વળતો જવાબ આપ્યો. નેહા ધૂપિયા હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અને તેણે એવા જ બોલ્ડ અંદાજમાં ટ્રોલરે જે માંગણી કરી હતી તેનો જવાબ આપ્યો.

નેહા ધૂપિયા પણ પોતાના બોલ્ડ અંદાજ અને બિંદાસ્ત બોલવાની છટાના કારણે હંમેશા સોશલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે જે રીતે કોઈ ટ્રોલરે તેને બ્રેસ્ટફીડિંગ કરાવતો વીડિયો મોકલવાની વાત કરી તેનો નેહાએ એ સોશલ મીડિયા પર ખુલીને જવાબ આપ્યો. નેહાએ માતા બન્યા બાદ સોશલ મીડિયા પર પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય તેવો એક ફોટો મુક્યો હતો. જેની નીચે એક ટ્રોલરે ખુબ જ ખરાબ કોમેન્ટ કરીને બિભત્સ માંગણી કરી હતી. આવા વિકૃત માનસ ધરાવતા લોકોને નેહાએ જવાબ આપ્યો.

ટ્રોલરે નેહા પાસે કરી એવી માંગણીઃ

સોશલ મીડિયા યૂઝરે નેહા ધૂપિયાને બ્રેસ્ટફીડિંગનો વીડિયો પોસ્ટ કરવા માટે કહ્યું. આ પ્રકારના વર્તથી નેહા ખુબ જ ગુસ્સે થઈ ગઈ. આ ટ્રોલરને જવાબ આપતા નેહાએ પોતાની દિકરી સાથે પોતાની એક તસવીર સોશલ મીડિયા પર શેયર કરી. અને લખ્યું કે નવી માતાની એક એવી યાત્રા હોય છે જેના વિશે ખાલી એ જ સમજી શકે છે. લોકો માતા બનવાની હેપ્પી સાઈડ વિશેની વાતો કરે છે પણ માતા બનવાથી એક અત્યંત ભાવુક અનુભવ પણ થાય છે. એક માતાની પોતાની ઈચ્છા હોય છેકે, તેણે પોતાના બાળકને ક્યાં અને ક્યારે દૂધ પીવડાવવું. જોકે, ઘણીવાર જોવા મળ્યું છેકે, લોકો બ્રેસ્ટફીડિંગને પણ સેક્સુઅલ રીતે જોતા હોય છે. આવી ગંદી કોમેન્ટ અને ગંદી માનસિકતાને કારણે માતા પોતાના બાળકને દૂધ પીવડાવતી વખતે પણ ખુબ જ ઓકવર્ડ અને અનકર્ફટેબલ ફિલ કરે છે. આપણાં બ્રેસ્ટફીડિંગને સેક્સુઅલાઈઝ ના કરવું જોઈએ.

બ્રેસ્ટફીડિંગ અંગે નેહાએ ગ્રામીણ વિસ્તારની સ્થિતિ વર્ણવીઃ

નેહા ધૂપિયાએ કહ્યુંકે, હું કિસ્મતવાળી છું કે મને મારા બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવવા માટે જગ્યા મળી જાય છે. પણ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ ખુબ જ વિકટ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને પોતાના સંતાનને દૂધ પીવડાવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ વિષય પર લોકો ખુલીને વાત નથી કરતા.

હાલ ફિલ્મોથી દૂર છે નેહાઃ

હોટ અભિનેત્રી નેહા ધૂપિયા હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર છે. અને માતા બન્યા બાદ તે માતૃત્વની લાગણીઓને મનભરીને માણી રહી છે. જોકે, આ બધાની વચ્ચે તે હંમેશા સોશલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ સાથે જ તે રોડીઝમાં ગેંગલીડર તરીકે પણ જોવા મળે છે. આ ઉપરાંત તે એક ચેટ શો પણ હોસ્ટ કરી રહી છે.

(5:30 pm IST)