Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ફિલ્‍મ ‘રાધે'નું સીટી મારે સોંગ રીલિઝઃ સલમાન-દિશાના હટકે ડાન્‍સ સ્‍ટેપ્‍સ

આ સોંગમાં સલમાન ખાન વધુ એક વખત ખાસ સ્‍ટેપ્‍સ કરતો જોવા મળ્‍યો છે

મુંબઇ,તા. ૨૭: આજકાલ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્‍મ ‘રાધે : યોર મોસ્‍ટ વોન્‍ટેડ ભાઇ' ચર્ચામાં છે. આ ફિલ્‍મનું ટ્રેલર થોડા સમય પહેલાં રીલિઝ થયું હતું, જે ફેન્‍સને પસંદ પડ્‍યું હતું. હવે સલમાન અને દિશા પટની સ્‍ટારર આ ફિલ્‍મનું પ્રથમ સોંગ ‘સીટી માર' રીલિઝ થયું છે. આ સોંગમાં સલમાન ખાન વધુ એક વખત ખાસ સ્‍ટેપ્‍સ કરતો જોવા મળ્‍યો છે.

‘સીટી માર' સોંગમાં સલમાન ખાન અને દિશા પટનીએ જબરદસ્‍ત કામ કર્યું છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, સલમાન અને દિશા બન્નેએ કેટલાક યુનિક સ્‍ટેપ્‍સ કર્યા છે, જે ફેન્‍સને પસંદ પડી રહ્યાં છે. સોંગમાં સલમાન અને દિશાએ ટોપને પોતાના માથે ચડાવી બોલ્‍ડ સ્‍ટેપ કર્યો છે. ઉપરાંત એક સ્‍ટેપમાં સલમાન ખાન, દિશાને ડમ્‍બલ્‍સની જેમ ઉઠાવીને વર્કઆઉટ કરતો નજરે પડે છે.

આ ગીત સલમાન ખાને તેના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર શેર કર્યો છે. સાથે જ તેણે આના ઓરિઝનલ વર્ઝનના હિરો અલ્લુ અર્જુનના વખાણ કર્યા છે. સલમાને લખ્‍યું કે, સીટી માર માટે થેંક્‍યુ અલ્લુ અર્જુન, જે રીતે તે આમાં ડાન્‍સ કર્યો છે, તે મને બહુ જ પસંદ પડ્‍યો. તારી સ્‍ટાઇલ, તું ખરેખર શાનદાર છે. ધ્‍યાન રાખો અને સુરક્ષિત રહો. તારા પરિવારને પ્રણામ.. લવ યુ બ્રધર.

 

 

(11:47 am IST)