Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

બાળકો સાથે કામ કરી અત્યંત ખુશ છે લવિના

બાળકો માટેના અનેક શો અલગ અલગ ચેનલો પર આવતાં રહે છે. હવે દંગલ ચેનલ પર બાળકો માટેનો શો 'નિક્કી ઓૈર જાદુઇ બબલ'ને કારણે બાળકોને જલ્સો પડી ગયો છે. આ શો નિહાળી બાળકો તો મોજમાં છે, મોટેરાઓને પણ ખુબ મજા પડી રહી છે. ટીવી શો નિક્કી ઓૈર જાદુઇ બબલમાં ચુડેલ ઝાંઝરીકાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી લવીના ટંડન કહે છે મને તો એવો અહેસાસ થઇ રહ્યો છે કે આ શો એક પરીકથા છે અને હું જાણે એ પરીકથા જીવી રહી છું. લવીના કહે છે શોનું પાત્ર ઝાંઝરીકા ખુબ જ જિદ્દી છે અને તેને હારવાનું કદી ગમતું જ નથી. એટલે તે જ્યારે પણ હારે છે ત્યારે ડબલ તાકાતથી લડવા માટે સામે આવે છે. મને આ પાત્ર ખુબ ગમ્યું છે. કારણ કે સામે ફાઇટ કરનારા પાત્રો બાળકો છે. બાળકો મારા પાત્રને હરાવવાનું કામ કરી રહ્યા છે. લવીના કહે છે મારા શુટીંગના દ્રશ્યો ન હોય ત્યારે પણ હું બાળકોનું કામ જોવા સેટ પર પહોંચી જાઉ છું.

(10:15 am IST)