Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અજય દેવગણના સ્ટંટની રિતેશ દેશમુખે ઉડાવી મજાક ; અજયે આપ્યો ફની અંદાજમાં જવાબ ;વિડિઓ વાયરલ

મુંબઈ ;અભિનેતા  અજય દેવગન અને રિતેશ દેશમુખનો મજાક મસ્તી વાયરલ થઇ છે  ટ્વિટર પર એક યૂઝરે પોપટનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોપટ બે નાની કાર પર સવાર છે. તેણે આ વીડિયોનું કેપ્શન આપતા લખ્યું હતું... અજય દેવગન કા તોતા. જેને રિટ્વિટ કરતા અજય દેવગને કોમેન્ટ કરીકે 'ઈશે દેખકર મેં ખુશ હું લેકિન તોતા ઉડ ક્યોં નહીં રહા હૈ'

 , રિતેશ દેશમુખે અજયની ટાંગ ખેચતાં કોમેન્ટ કરી દીધી કે 'તોતે કી શાદી હો ચુકી હૈ.' જે બાદ આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રિતેશ દેશમુખ અને અજય દેવનનો આ ફની અંદાજ ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અજય દેવગન હંમેશા બે બાઈક કે બે કાર પર એક-એક પગે એન્ટ્રી લેતા જોવા મળે છે. જેને પગલે યૂઝરે કમેન્ટ કરી હતી. બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો અજય દેવન આ સમયે ફિલ્મ તાનાજી અને રિતેશ દેશમુખ હાઉસફુલ 4ને લઈ ચર્ચામાં છે. હાલમાં જ અજય દેવનની ટોટલ ધમાલે ખૂબ ધમાલ મચાવી હતી.

(8:41 pm IST)