Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સોનમ કપૂરના લગ્નમાં શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝ અને ચાંદનીના ગીતો ઉપર જ્હાન્વી કપૂર ડાન્સ કરશે

મુંબઇઃ અનિલ કપૂરની પુત્રી સોનમના લગ્ન માટે કપૂર પરિવાર ઉત્સાહિત છે. શ્રીદેવીના નિધન બાદ પરિવારમાં આ પહેલો ખુશીનો પ્રસંગ છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી સોનમ કપૂરના લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ છે. થોડા દિવસ પહેલાં જ જ્હાન્વી શોપિંગ કરતી જોવા મળી હતી. હવે જ્હાન્વી સંગીત સેરેમની માટે ગીતો પસંદ કરી રહી છે. જ્હાન્વી સોનમના સંગીતમાં મૉમ શ્રીદેવીના ગીતો પર ડાંસ કરશે.

એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, સોનમ અને આંનદ આહુજાના લગ્નમાં જ્હાન્વી શ્રીદેવીના ગીતો પર ડાંસ કરશે. જ્હાન્વી ફિલ્મચાલબાઝના ગીત કિસી કે હાથ ના આયેગી યે લડકી…’ અને ફિલ્મ ચાંદનીના ગીતમેરે હાથો મેં નૌ-નૌ ચૂડિયાં હૈ…’ પર પરફોર્મ કરશે. જ્હાન્વી ઉપરાંત કરણ જોહર, રણબીર કપૂર અને અર્જુન કપૂર પણ ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અનિલ કપૂર અને સુનિતા કપૂર પણ ખાસ પરફોર્મંસ આપશે. બોલિવુડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન સંગીતની તૈયારીઓ કરાવી રહી છે.

સોનમ કપૂર લગ્ન પ્રસંગમાં ફેમસ ડિઝાઈનર સબ્યસાચીના આઉટફિટ પહેરશે જ્યારે જ્હાન્વી મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં જોવા મળશે. મનીષ મલ્હોત્રા શ્રીદેવીના પરિવારના ઘણા નજીક છે. સોનમ ડિઝાનર અનામિકાનો બ્રાઈડલ લહેંગો પહેરશે. સોનમ રિસેપ્શનમાં રાલ્ફ એંડ રૂસો કે એલી સાબના ડિઝાઈનર આઉટફિટ પહેરશે. આ સિવાય તે ફેમસ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલની ડિઝાઈન્સ પણ જોઈ રહી છે.

સોનમના લગ્નની તારીખ 8 મે નક્કી થઈ ગઈ છે. જો કે સોનમે હમણાં લગ્ન પર કમેન્ટ કરવાની ના પાડી છે. સોનમની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગના ટ્રેલર લૉંચ વખતે સોનમને લગ્ન અંગે સવાલ પૂછાયો હતો. ત્યારે સોનમે કહ્યું હતું કે, ”સમય આવ્યે બધાને બધું ખબર પડી જશે. મીડિયા સાથે મારા સંબંધો હંમેશા સારા રહ્યા છે એટલે આ વાત પણ જરૂર શેર કરીશ. અત્યારે આપણે વીરે દી વેડિંગસાથે જોડાયેલા પ્રશ્નો પર જ રહીએ.

(6:14 pm IST)