Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સંજય દત્તની બાયોપિક માટે મારા દીકરાએ ખુબ મહેનત કરી છે: રિશી કપૂર

મુંબઇ તા.૨૭ સિનિયર અભિનેતા રિશિ કપૂરે કહ્યું હતું કે મારા પુત્ર રણબીર કપૂરે સંજય દત્તની બાયો-ફિલ્મ માટે દિવસ-રાત એક કર્યાં હતાં મેં નજરે જોયું છે. મને એના માટે ગૈારવ થાય છે. 'સંજયના વિવિધ વ્યક્તિત્વને ઉપસાવવા એણે વજન વધારવા સખત વર્ક આઉટ સાથે ભરપેટ ભોજન કર્યું હતું તો પાતળા દેખાવા માટે વચ્ચે થોડો સમય ઉપવાસ કરીને શરીર ઊતાર્યું હતું, ક્યારેક માથાના વાળ વધાર્યા હતા તો ક્યારેક દાઢીમૂુછ રાખ્યા હતાં. સંજયના વ્યક્તિત્વને ઉપસાવવા માટે એણે સ્થળકાળનું પણ ભાન રાખ્યું નહોતું. આજે જ્યારે ટોચના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા અને ડાયરેક્ટર રાજકુમાર હીરાણી સહિત સોશ્યલ મિડિયા પર સૌ કોઇ એને બિરદાવે છે ત્યારે હું ગૌરવ અનુભવું છુંં' એમ રિશિ કપૂરે કહ્યુ ંહતું. ૧૯૮૦ના દાયકામાં રૉકી ફિલ્મ આવી ત્યારે સંજય દત્ત સાવ પાતળો હતો. પરંતુ દોઢ-બે દાયકા પછી વાસ્તવ આવી ત્યારે પડછંદ બની ગયો હતો. જેલવાસ દરમિયાન એણે વાળ વધાર્યા હતા તો વચ્ચેના સમયગાળામાં એણે દાઢીમૂછ વધાર્યાં હતાં. આમ એના વ્યક્તિત્વમાં ફિલ્મના પાત્રને અનુરૃપ કે સંજોગો અનુસાર ફરક પડતો રહ્યો હતો. મંગળવારે સાંજે સંજય દત્તની બાયો-ફિલ્મનું ટીઝર રજૂ થયું કે તરત સોશ્યલ મિડિયા પર ટીઝરને જોરદાર આવકાર સાંપડયો  હતો. સ્વાભાવિક રીતે રિશિ કપૂર ખુશ થયા હતા અને એમણે કદાચ પહેલીવાર પુત્રને જાહેરમાં બિરદાવ્યો હતો.
 

(4:09 pm IST)