Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પતિ મોહિત સુરીની જાસૂસી કરતા ઝડપાઇ ઉદિતા ગોસ્વામી

મુંબઈ:મુંબઈમાં કોલ ડીટેઈલ રેકોર્ડ મામલે ચાલી રહેલ પોલીસ તપાસમાં પોલીસે બોલીવુડની પૂર્વ અભિનેત્રી ઉદિતા ગોસ્વામીનુ નિવેદન નોંધ્યુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ઉદિતાએ પણ પોતાના પતિ અને બોલીવુડ ડાયરેક્ટર મોહિત સુરીની કોલ ડિટેઈલ કઢાવી હતી. નિવેદન નોંધાવા માટે ઉદિતા પોતાના પતિ મોહિત સાથે થાણે પોલીસ સ્ટેશનની ક્રાઈમબ્રાંચમાં પહોંચી હતી. પોલીસનુ કહેવુ છે કે કોલ ડિટેઈલ કેસની તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે ઉદિતાએ ૨૦૧૪માં એક વકિલની મદદથી મોહિત સુરીની કોલ ડિટેઈલ કઢાવી હતી. ઉદિતાને માટે નિવેદન નોંધાવા માટે બોલાવવામાં આવી હતી. ઉદિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, વકિલે કથિત રીતે તેને કેટલાક ડોક્યુમેન્ટ આપ્યા હતા અને પૂછયુ હતું કે ચેક કરીને જણાવો કે કોઈ નંબર પર શંકા છે. થાણે ક્રાઈમબ્રાંચના ડીસીપી અભિષેખ ત્રિમુખે જણાવ્યુ હતું કે અમે ઉદિતાનુ નિવેદન નોંધ્યુ છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરીશું. 
અત્યાર સુધી કોલ ડિટેઈલ કૌભાંડમાં પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક લોકો અંગત જાસુસી માટે કોલ ડિટેઈલ કઢાવતા હતા. તેમજ માટે ૨૦થી ૩૦ હજાર રુપિયા સુધીનો ચાર્જ ચુકવતા હતા.

(4:07 pm IST)