Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

1000 કરોડની આમીરની ફિલ્મમાં દીપિકાને મળશે મહત્વનો રોલ

મુંબઈ:બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનના ૧૦૦૦ કરોડના મેગા પ્રોજેક્ટ મહાભારતમાં ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્રૌપદીના રોલમાં નજરે પડે તેવા અહેવાલ સામે આવ્યા છે. 
બોલીવુડ સુત્રોના જણાવ્યા મુજબ, આમિર ખાને દ્રૌપદીના રોલ માટે દીપિકાને ઓફર કરી છે. જોકે, હજી સુધી અંગે દીપિકાએ કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ આશા રખાઈ રહી છે કે દીપિકા રોલ માટે હા પાડી શકે છે. આમિર ખાનના નજીકના સુત્રોના જણાવ્યા મુજબ, હિન્દી ફિલ્મના ઈતિહાસમાં મહાભારત અત્યાર અગાઉ કદી બની હોય તેવી સૌથી મોંઘી ફિલ્મ હશે. ફિલ્મ આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેમાં આમિર ખાન લિસ્ટના મોટા ભાગના કલાકારોને સામેલ કરવા માંગે છે. જે માટે દ્રૌપદીના પાત્ર માટે અભિનેત્રી દીપિકા આમિરની સૌથી પ્રથમ પસંદ છે. જોકે હજી સુધી દીપિકા તરફથી અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 
મહત્વનુ છે કે, આમિર ખાન અત્યારે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મને લઈ વ્યસ્ત છે. જ્યારે દીપિકા વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મનુ શુટિંગ ટૂંકમાં શરુ કરશે. ફિલ્મમાં દીપિકા સાથે ઈરફાન ખાન નજરે પડશે. જોકે ઈરફાન ખાનની ગંભીર બિમારીના કારણે ફિલ્મ હાલ અટકેલી છે.

(4:05 pm IST)