Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આજથી ત્રણ ફિલ્મો 'દાસ દેવ', 'હાઇજેક' અને 'ઇશ્ક તેરા' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'દાસ દેવ', 'હાઇજેક' અને 'ઇશ્ક તેરા' રિલીઝ થઇ છે. 'દાસદેવ'ના નિર્માતા સંજીવ કુમાર, ગૌરવ શર્મા, મનોહર અને નિર્દેશ સુધિર મિશ્રા છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી, રાહુલ ભટ્ટ, સૌરભ શુકલા, વિનીત કુમાર સિંઘ, દાલીપ તાહિલ, વિપીન શર્મા, અનિલ જ્યોર્જ, દિપરાજ રાણા, અનુરાગ કશ્યપ, સોહાલીયા કપૂર, જય શંકર પાંડે, યોગેશ મિશ્રા અને શ્રુતિ શર્માએ અભિનય આપ્યો છે. સંગીત વિપીન પટવા, સંદેશ સાંડીલ્ય, આર્કો પ્રાવો મુખર્જી, સમીર ટંડન અને અનુપમા રાગનું છે. સુધીરની આ ફિલ્મમાં રાજકીય કહાની હોવા ઉપરાંત અનોખી લવસ્ટોરી પણ હશે.

અન્ય બે ફિલ્મો હાઇજેક અને ઇશ્ક તેરા ગયા શુક્રવારે રિલીઝ થવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ તારીખ બદલી ગઇ હતી. આ બંને ફિલ્મોની કહાની ગયા શુક્રવારે પ્રસિધ્ધ થઇ ચુકી છે.

(9:41 am IST)