Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રિલિઝના ૨ દિવસ પહેલા જ અજય દેવગણની ‘ભોલા' ઇન્‍ટરનેટ પર લીક થઇ ગઇ

એડવાન્‍સ બુકીંગને અસર થશે

નવી દિલ્‍હી, તા.૨૭: અજય દેવગનની ફિલ્‍મ ‘ભોલા' રિલીઝના ૨ દિવસ પહેલા જ ઈન્‍ટરનેટ પર લીક થઈ ગઈ છે. પહેલા ફિલ્‍મની કેટલીક ક્‍લિપ્‍સ સોશિયલ મીડિયા પર આવી અને પછી આખી ફિલ્‍મ ઇન્‍ટરનેટ પર અપલોડ કરવામાં આવી. કેટલીક વેબસાઇટ આ ફિલ્‍મને ણ્‍ઝમાં ડાઉનલોડ કરવાનો વિકલ્‍પ આપી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્‍મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ઘણા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પણ ફ્રીમાં ફિલ્‍મ જોવા અને ડાઉનલોડ કરવાનો વિકલ્‍પ આપી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના ખોટા છે. અજય દેવગન અગાઉ ફિલ્‍મ દ્રશ્‍યમ-૨માં જોવા મળ્‍યો હતો અને આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર બ્‍લોકબસ્‍ટર હિટ રહી હતી. ફિલ્‍મને OTT પર પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્‍યો હતો. પરંતુ હવે જોવાનું એ રહેશે કે તેની ફિલ્‍મ ભોલા પણ આટલો જ જોરદાર બિઝનેસ કરી શકશે કે કેમ?

 ભોલાની એડવાન્‍સ બુકિંગ ફિલ્‍મના એડવાન્‍સ કલેક્‍શનની વાત કરીએ તો, સમાચાર અનુસાર, ફિલ્‍મ માટે અત્‍યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે. ફિલ્‍મની એડવાન્‍સ બુકિંગ દ્વારા થયેલી કમાણીની વાત કરીએ તો તેણે અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે અજય દેગવાન દ્વારા નિર્દેશિત આ ફિલ્‍મમાં નેક્‍સ્‍ટ લેવલના એક્‍શન સીન બતાવવામાં આવ્‍યા છે. આ ફિલ્‍મ IMAX અને 3Dમાં રિલીઝ થઈ રહી છે.

(4:46 pm IST)