Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પ્રદુષણની પુરૂષોના પ્રાઇેટ પાર્ટને ખૂબ જ ખરાબ અસર કરે છેઃ માલદીવ હનીમુનમાં દિયા મિર્ઝાએ ટ્‍વીટ કર્યું

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હવે અભિનેત્રી લગ્નના લગભગ એક મહિના બાદ પોતાના પતિ વૈભવ સાથે હનિમૂન માટે રવાના થઈ ગઈ છે. આ દરમિયાન દિયા મિર્ઝાના પતિ સાથેના રોમાન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. જો કે આ સાથે જ દિયા લોકોને સમયાંતરે પ્રદૂષણથી થનારા નુક્સાન અંગે જાગૃત કરી રહી છે. તાજેતરમાં દિયા મિર્ઝાએ એક ટ્વીટમાં લખ્યું છે કે, પ્રદૂષણની પુરુષોના પ્રાઈવેટ પાર્ટને ખૂબ જ ખરાબ અસર થાય છે.

દિયાએ તાજેતરમાં એક ટ્વીટ કર્યું છે. જેમાં તેણીએ રિસર્ચ પર આધારિત એક રિપોર્ટ ટેગ કરતા લખ્યું છે કે, પર્યાવરણમાં રહેલા ઝેરીલા રસાયણોથી શુક્રાણુઓની સંખ્યા અને ટેસ્ટિકલ્સ પર અસર પડી રહી છે. જેનાથી પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર ખરાબ અસર થઈ રહી છે. દિયાએ આગળ લખ્યું છે કે, આ જાણકારી બાદ હવે લોકો કદાચ પર્યાવરણ જાળવણી અંગે જાગૃત થશે. દિયાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. લોકો પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

જણાવી દઈએ કે, દિયા કાયમ પોતાના ટ્વીટ થકી લોકોને કુદરતનું મહત્વ સમજાવતી રહે છે. અગાઉ વર્ષની શરૂઆતમાં જ અભિનેત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારી આપણા સૌ કોઈ માટે એક વેકઅપ કૉલ છે.આપણે સૌ કોઈએ પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ.

દિયા મિર્ઝાએ 2014માં સાહિલ સંધા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019માં બન્ને વચ્ચેનું અંતર વધ્યુ અને છૂટા પડી ગયા હતા. ગત 15 ફેબ્રુઆરીએ દિયાએ બિઝનેશમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. હાલ દિયા અને વૈભવ હનિમૂન માટે માલદીવ પહોંચ્યા છે. માલદીવમાં દિયાએ પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે, જે તેના પતિ વૈભવે ક્લિક કર્યાં છે.

દિયાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટો શેર કર્યા છે. જેમાં તે માલદીવના બીચ પર ગ્રીન બિકિની પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટા સાથે અભિનેત્રીએ લખ્યું છે કે, અમે અહીં એકદમ સ્વર્ગની મજા માણી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, દિયા મિર્ઝાને 2000માં મિસ એશિયા પેસિફિકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દિયાની કેરિયરની વાત કરીએ તો, “રહના હૈ તેરે દિલ મેંમાં આર માધવન સાથે બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તાજેતરમાં દિયા તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી. આ સિવાય સંજય દત્તની બાયૉપિક સંજૂમાં દિયાએ માન્યતા દત્તની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ જ વખાણી હતી.

(6:46 pm IST)