Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લોકડાઉનના કારણે કેટરિના કૈફ ઘરે કચરો કાઢતી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઈ: કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને પગલે સેલિબ્રિટીથી માંડીને સામાન્ય વ્યક્તિને પોતાના ઘરનું કામ જાતે કરવાની ફરજ પડી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં ઝાડુ મારતા દેખાય છે. આ વીડિયોમાં કેટરિના ઝાડુથી ક્રિકેટ રમવાની ધમાલ મસ્તી પણ કરતી જોવા મળે છે.

આ પહેલાં પણ કેટરીનાએ વાસણ ઘોતો વીડિયો શેર કર્યો હતો. કેટરીનાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેની મેઈડ સેલ્ફ આઈસોલેશનમાં છે આ કારણે તે જાતે વાસણ ધોઈ રહી છે.

કેટરીનાના આ વીડિયો પર કમેન્ટ કરતા અર્જુન કપૂરે લખ્યું, એ કાંતાબેન 2.0. એક્ટર વરુણ ધવનને કેટનો આ વીડિયો પસંદ આવ્યો અને તેણે તેના પર રોકિંગ ઈમોજી બનાવ્યું. ફિલ્મ ડિરેક્ટર જોયા અખ્તરે તેના પર કમેન્ટ કરીને લખ્યું, બેબી જેવું લોકડાઉન ખતમ થઈ જાય તું મારા ઘરે આવીને મારો કબાટ સાફ કરી શકીશ? મનીષ પૉલે કેટરીનાની પોસ્ટમાં લખ્યું, બ્રૂમ મચાલે, બ્રૂમ મચાલે બ્રૂમ.

(4:51 pm IST)
  • આજે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ - બરફ પડશે : ઉત્તર પંજાબમાં ભારે વરસાદ પડવા આગાહી : ચંદીગઢ - હરિયાણા - દિલ્હી - રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવા સંભવ : ગાજવીજ થવા અને બરફના કરા તથા તોફાની પવન સાથે માવઠાની સંભાવના access_time 1:06 pm IST

  • ક્રેડિટકાર્ડને લોનની વ્યાખ્યા હેઠળ ગણવામાં આવશે : બેંકો 3 મહિના માટે છૂટછાટ આપી શકશે :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા access_time 8:27 pm IST

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૨૧ લાખ અને મુખ્યમંત્રી રાહતફંડમાં પણ ૨૧ લાખનું અનુદાન : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યુ છે કે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને એસસીએ દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૨૧ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ ૨૧ લાખ ફંડ આપવામાં આવ્યુ છે : આ તકે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને એસસીએના નિરંજનભાઈ શાહે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી access_time 1:04 pm IST