Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મિથુન લુથરિયાની ફિલ્મમાં લીડ અભિનેત્રીનો રોલ તારા સુતરિયાને મળ્યો

મુંબઈ: અભિનેત્રી તારા સુતરિયા ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર- ટુથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે તો ફિલ્મ ઇઠ ૧૦૦ની હિન્દી રિમેકથી સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરવાનો છે. આ એક રોમેન્ટિક લવ સ્ટોરી હશે. ફિલ્મનું દિગ્દર્શન મિથુન લુથરિયા કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી રસપ્રદ હોવાથી લોકો સ્ટોરીથી સરપ્રાઇઝ થઇ જશે એવો દાવો લુથરિયાએ કર્યો છે. મેં અહાન અને તારાના રિહર્સલ વર્કશોપ જોયા છે. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ સરસ છે. ફિલ્મ હાલ પ્રિ-પ્રોડકશન સ્ટેજ પર છે અને ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ કરાશે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. ફ્રેશ જોડીને લોન્ચ કરવાની મને ખૂબ જ ખુશી છે એમ નડિયાદવાલાએ જણાવ્યું હતું.

(5:28 pm IST)