Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આલિયાના વખાણ કર્યા કેટરીનાએ

ફિલ્મ નિર્માતા કરણ જોહરની આગામી બિગ બજેટ ફિલ્મ 'કલંક' અત્યારથી જ ચર્ચામાં છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, માધુરી દિક્ષીત, સંજય દત્ત સહિતના કલાકારો છે. ફિલ્મના પહેલા ગીત ઘર મોરે પરદેસિયા પણ રિલીઝ થઇ ગયું છે અને લોકોને ગમ્યું છે. આ ગીતમાં આલિયાએ જબ્બરદસ્ત કથ્થક ડાન્સ કર્યો છે અને સોૈના દિલ જીતી લીધા છે. આ ગીતમાં આલિયા અને માધુરીની જોડી જોવા મળી છે. આલિયાએ ટીઝર પોસ્ટ કર્યુ છે. આલિયાના અનેક કલાકારોએ અસંખ્ય ચાહકોએ વખાણ કર્યા છે. કેટરીના કૈફે પણ વેલડન આલૂ...તેમ લખીને શુભેચ્છા પાઠવી છે. આલિયાએ પણ વળતો મેસેજ મોકલી લવ યુ કેટ્ટી...એવો રિપ્લાય આપ્યો છે. કિયારા અડવાણી, નીના ગુપ્તા, મૃણાલ ઠાકુર, અનુષા દાંડેકર સહિતે પણ આલિયાના વખાણ કર્યા છે. એંસી કરોડના ખર્ચે બનનારી આ ફિલ્મ ૧૭ એપ્રિલના રિલીઝ થશે.

 

(10:08 am IST)