Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ક્રાઇમ પેટ્રોલએ ઘણું શીખવ્યું અને ઓળખ આપીઃ રાજેન્દ્ર

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના શો ક્રાઇમ પેટ્રોલએ ૧૦૦૦ એપિસોડ પુરા કરી લીધા છે. ગુનાખોરીનો કોઇ ચહેરો, ધર્મ, ઉમર, લિંગ કે કોઇ સ્ટેટસ નથી હોતા. આ વાત આ શો દર્શાવે છે. ક્રાઇમ પેટ્રોલ સતત એવા ગુનાખોરીના કિસ્સાઓ પર પ્રકાશ પાડે છે જેનાથી લોકો ચોંકી જાય છે અને ચેતવણીના સંકેતોને ઓળખી લઇ પોતાની સુરક્ષા કરે છે. મે-૨૦૦૩માં સોૈથી પહેલી વખત આ શો પ્રસારીત થયો હતો. હવે આ શોએ સફળતા પૂર્વક ૧૦૦૦ એપિસોડ પુરા કર્યા છે. ત્યારે શોમાં પોલીસ અધિકારી તરીકે રોલ નિભાવી રહેલા સંજીવ ત્યાગીએ કહ્યું હતું કે મારો અનુભવ શાનદાર રહ્યો છે. આ શોના કારણે શો સાથે જોડાયેલા અભિનેતાઓને અસલી જિંદગીમાં પણ સન્માન મળી રહ્યું છે. અન્ય કલાકાર રાજેન્દ્ર શિસટકર કહે છે હું દસ વર્ષથી આ શો સાથે જોડાયેલો છું. આ શોએ મને ઘણું શીખવ્યું છે અને મને સારી ઓળખ આપી છે.

 

(10:07 am IST)
  • અમેરિકાએ લગાવ્યો ગંભીર આરોપ :કહ્યું ચીન નથી ઇચ્છતું કે કોઈ તિબ્બત જાય :અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે ગયા વર્ષે ચીને તિબ્બત યાત્રા માટે અમેરિકા દ્વારા મોકલાયેલા નવમાંથી પાંચ પ્રસ્તાવો ઠુકરાવ્યા હતા access_time 1:15 am IST

  • નીતિન ગડકરીએ કહ્યું કોંગ્રેસના લોકો દિલથી મારી સાથે છે અને જીતવા માટે આપી રહ્યાં છે આશ્વાશન : ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીયમંત્રી નીતિ ગડકરીએ પોતાની ચૂંટણી લડવા અંગે આશ્ચર્યજનક નિવેદન આપ્યું : નાગપુરથી ચૂંટણી લડતા ગડકરીએ કહ્યું કે ભાજપ સંઘ ઉપરાંત કોંગ્રેસના લોકો પણ દિલથી મારી સાથે છે access_time 12:54 am IST

  • રાજકોટ મહાનગરપાલિકાએ ઇતિહાસ સર્જ્યો :મિલકત વેરા વસુલાતનો ટાર્ગેટ કર્યો હાંસલ :225 કરોડની વસુલાતનો લક્ષ્યાંક કર્યો પૂર્ણ :46 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ત્રણ લાખ મિલકત ધારકોએ ટેક્સ ભર્યો :હવે વધુ 21 કરોડ વસૂલી રિવાઇઝડ ટાર્ગેટ પણ હાંસલ કરવા કમિશનર બંછાનીધી પાનીનો પ્રયાસ access_time 11:08 pm IST