Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

માધુરીનો રોલ નિહાળવા માટે અધીરી છે જ્હાન્વી

અભિનેત્રી જ્હાન્વી કપૂરે પહેલી ફિલ્મ ધડક થકી બોલીવૂડમાં અલગ ઓળખ ઉભી કરી લીધી છે. ફિલ્મ ધડકના તેના અભિનયને દર્શકો અને વિવેચકોએ વખાણ્યો હતો. ચાહકોને તો જ્હાન્વીમાં તેની માતા શ્રીદેવીની ઝલક પણ જોવા મળી છે. સોશિયલ મિડીયા પર પણ જ્હાન્વી સતત ચર્ચામાં રહે છે. જ્હાન્વી કહે છે હું મારા કામને વધુને વધુ સારું કરવા માટે પ્રયત્નશીલ રહુ છું. આગામી ફિલ્મ કલંકમાં પણ તેનો ખાસ રોલ છે. જો કે જ્હાન્વીની ઇચ્છા આ ફિલ્મનો માધુરી દિક્ષીતનો રોલ જોવાની છે. તે આ ફિલ્મ ઝડપથી રિલીઝ થાય તેની રાહ જોઇ રહી છે. માધુરી ફિલ્મમાં બેગમ બહારના પાત્રમાં છે. આ રોલ પહેલા શ્રીદેવી કરવાની હતી. જો કે તેના નિધન પછી માધુરીની પસંદગી થઇ હતી. જ્હાન્વી હાલમાં ભારતીય વાયુસેનાની મહિલા પાયલોટ ગુંજન સકશેનાની બાયોપિક કારગીલ ગર્લ કરી રહી છે. આ ઉપરાંત રણવીરસિંહ, આલિયા, વિક્કી સાથે તખ્ત ફિલ્મમાં પણ તેનો રોલ છે.

 

(10:07 am IST)