Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પિતાની બાયોપિક ફિલ્મ 83થી કપિલ દેવની પુત્રી આમિયા દેવ બોલીવુડમાં કરશે એન્ટ્રી

અમિયા આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત:ફિલ્મની તૈયારીઓ પર રાખી રહી છે નજર

 

નવી દિલ્હીઃ 'ગલી બોય'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ રણવીર હવે બોક્સ ઓફિસને ક્લીન બોલ્ડ કરશે  રણવીર પોતાની આગામી ફિલ્મ '83'માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મથી કપિલ દેવની પુત્રી આમિયા દેવ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે

 . ડાયરેક્ટર કબીર ખાને જણાવ્યું કે, તે ફિલ્મનું શૂટિંગ ઝડપથી શરૂ કરવાના છે. પરંતુ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલા અહેવાલ મુજબ ફિલ્મથી કપિલ દેવની પુત્રી આમિયા દેવ પર્દાપણ કરશે. પરંતુ આમિયા એક્ટિંગ ક્ષેત્રમાં નહીં પરંતુ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે

    વાતનો ખુલાસો ક્રિકેટર સંદીપ પાટિલના પુત્ર ચિરાગ પાટિલે કર્યો છે. ચિરાગે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમિયા ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે. દિવસોમાં તે ફિલ્મની તૈયારીઓ પર નજર રાખી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  ફિલ્મ '83'માં ચિરાગ પાટિલ પણ પોતાના પિતા સંદીપ પાટિલની ભૂમિકામાં જોવા મળશે

, ફિલ્મમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપવા માટે રણવીર સિંહ લાંબા સમયથી ક્રિકેટના દાવ-પેચ શીખી રહ્યો છે. રણવીરે કામ માટે કપિલ દેવને કોચ બનાવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે

ફિલ્મમાં રણવીર સિંહની સાથે ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, પંકજ ત્રિપાઠી, હાર્ડી સંધૂ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

(12:22 am IST)