Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

૧૪ એપ્રિલના રિલીઝ થશે રકુલની ફિલ્મ

સાઉથની અભિનેત્રી રકુલપ્રિત સિંહ અભિનયના દમથી બોલીવૂડમાં પણ સ્થાન બનાવી ચુકી છે. તે બોલીવૂડમાં સતત ફિલ્મો મેળવી રહી છે. હાલમાં તે ઇન્ડિયન-૨ ફિલ્મને કારણે ચર્ચામાં છે. રકુલપ્રિત સિંહ સોશિયલ મિડીયા પર પણ ચર્ચા જગાવતી રહે છે.તાજતેરમાં તે ઇન્ડિયન-વેર્સ્ટન લૂકમાં નજરે પડી હતી. મુંબઇના એક રેસ્ટોરન્ટની બહાર રકુલ ગ્રે અને કાળા રંગના ટોપ સાથે મેચિંગ ડેનિમ શોર્ટસમાં જોવા મળી હતી. સાથે હાઇહિલ બૂટ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા હતાં. રકુલપ્રિતે ચાહકોને અને ફોટોગ્રાફરને ખુશ થઇને અલગ અલગ પોઝ આપ્યા હતાં. તેની આ તસ્વીરો સોશિયલ સાઇટ પર ખુબ વાયરલ થઇ છે. જેને ચાહકોએ પણ પસંદ કરી છે. રકુલ છેલ્લે બોલીવૂડમાં અજય દેવગણ સાથે દે દે પ્યાર દે ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે કમલ હાસન, કાજલ અગ્રવાલ સાથે ઇન્ડિયન-૨ કરી રહી છે. જે ૧૪મી એપ્રિલના રિલીઝ થશે. આ ફિલ્મની રકુલ અને તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે.

(10:09 am IST)